Translate

વલસાડમા વીજ કરંટ લાગવાથી પતિ-પત્ની અને પુત્રના મોત - valsad

 

વલસાડના પારડી તાલુકામાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. સોમવારે સવારે પારિયા ગામના બ્રાહ્મણ ફળિયામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના વીજ કરંટથી મોત નીપજ્યા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના સવારે સાત વાગ્યાની આસાપાસ બની હતી જ્યારે પરિવારના એક સભ્યને શોર્ટ-સર્કિટના લીધે કરંટ લાગ્યો હતો જ્યારે તેમને બચાવવા દોડેલા અન્ય બે પરિવારજનોને પણ કરંટ લાગ્યો હતો.

મૃતકોની ઓળખ રુપેશ પટેલ (42), તેમના પત્ની કૈલાશ પટેલ (38) અને તેમના પુત્ર વિરલ પટેલ (21) તરીકે કરાઈ છે. મૃતકોના ડેડબૉડીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વહેલી સવારે રૂપેશ પટેલ ઈલેક્ટ્રિક મોટર શરૂ કરવા ગયા હતા અને તેમને કરંટ લાગ્યો હતો. બાદમાં તેમને બચાવવા દોડેલા તેમના પત્ની અનુ પુત્રને પણ કરંટ લાગ્યા હતા. પહેલા તેઓ બેભાન થઈ ગયા હતા જ્યારબાદ તેમને પારડી હોસ્પિટલ લઈ જવાયા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.


No comments