વલસાડ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોના નવા સંઘની વિધિવત રચના. હોદ્દેદારોએ પ્રાથમિક શિક્ષણ અધિકારીની શુભેચ્છા મુલાકાત લીધી - valsad
ગુજરાત રાજ્યમાં બનેલા નવા પ્રાથમિક શેષીક મહા સંઘ વલસાડ એકમના હોદ્દેદારોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ડાયેટના પ્રા ચાર્યની શુભેચ્છા મુલાકાત લીધી હતી.મહાસંઘના પદાધિકારીઓએ પ્રાથમિક શિક્ષણઅને અને શિક્ષકોના હિતમાં કાર્ય કરશે તેમ જણાવ્યું હતું.સાથે સંઘ રચનાના દસ્તાવેજો પણ આપ્યા હતા. રાજ્ય લેવલે સંઘની રચના બાદ વલસાડ જિલ્લામાં પણ નવો પ્રાથમિક શૈશિક મહા સંઘ બનતા પ્રાથમિક શિક્ષક વર્તુળમાં ખળભળાટ મચી ગયો હતો.છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક શિક્ષકો માટે કામ કરતા પ્રાથમિક શિક્ષક સંઘ વર્ષોથી કાર્યરત છે.જોકે રાજ્યમાં નવા બનેલા મહાસંઘની વલસાડ જિલ્લા એકમની રચનામાં પ્રમુખ તરીકે અગાવ કપરાડા બી.આર.સી.અને હાલે તાલુકામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલકેશ છાયાની વરણી કરવામાં આવી હતી.
મહા સંઘના જિલ્લા અધ્યક્ષ સહિત કપરાડા એકમના પ્રમુખ રામુ પટેલ સહિતના હોદેદારોએ ડી પીઓ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્યની શુભેચ્છા મુલાકાત લીધી હતી.પત્રકારો સાથેની વાતચીતમાં અધ્યક્ષ અલકેશ છાયા એ શિક્ષકોના વણ ઉકેલયા પ્રશ્નોનું નિરાકરણ,શિક્ષણ સંલગ્ન મુશ્કેલીઓ દૂર કરવા ઉપરાંત કપરાડા તાલુકામાં શિક્ષણને સ્પર્શતી સમસ્યાઓ દૂર કરવી તેમની પ્રાથમિકતા રહેશે તેમ જણાવ્યું હતું.




No comments