સુરતના કેમિકલ એન્જી નિયરની ધરમપુરમાં ડ્રેગન ફ્રુટની સફળ ખેતી
ડ્રેગન ફ્રુટ આમ તો વિદેશી ફળ છે પરંતુ તેની સુમધુરતા અને
સુષોષકતા માટે વિશ્વભારમાં લોકપ્રિય બન્યું છે. મુળ થોરના કુળની આ વનસ્પતિનું ફળ
છે. થોર કેકટસ સ્વરૂપે પ્રખ્યાત છે. તેના ફળ દેખાવમાં થોડા કદરૂપા હોવાથી ચીનના
કાલ્પનિક અજગર ‘ડ્રેગન'નું નામ મળ્યું છે. આ ફળના રંગ રતાશ પડતા અને સફેદ કલરના પણ જોવા મળે છે જે
બન્ને જોવામાં પણ ખુબ આકર્ષક લાગે છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના એન્જિનિયર ચેતનભાઇ
ગુણવંતભાઇ દેસાઇ સુરતની મિલમાં કેમિકલ સપ્લાયનો વ્યવસાય કરે છે. તેઓ પારંપારિક
ખેતીના વ્યવસાયમાં પણ તેટલો જ રસ ધરાવે છે.
‘ડેંગ્યુના દર્દીના ઘટેલા પ્લેટલેટસને એક દિવસમાં વધારવા દુબઇથી ડ્રેગન ફ્રુટ
મંગાવ્યા' અંગે એક લેખ વાંચતા તેઓને ડ્રેગન ફ્રુટની ખેતીમાં રસ જાગ્યો. ગામની પડતર
જમીનમાં ડ્રેગન ફ્રુટની ખેતી કરવા વિશે વિચારતા તેઓ નાલંદા એજયુકેશન ટ્રસ્ટ-એનજીઓના
સંપર્કમાં આવ્યા. ટ્રસ્ટના નિલેશભાઇ રાઠોડ પાસેથી ડ્રેગન ફ્રુટની ખેતી,
સોલર પેનલ,
રોપા કયાથી મેળવવા,
પાણીની જરૂરીયાત,
ફર્ટીલાઇઝર,
માર્કેટ વગેરે અંગે માહિતી
મેળવી.
ડ્રેગન ફ્રુટની ખેતી માટે ખાસ ખાતર કે દેખરેખની જરૂર નથી
પરંતુ એક છોડ દિઠ એક લીટર પાણી નિયમીત રીત આપવું જરૂરી છે. ખેતી માટે પાણીની
જરૂરીયાત સંતોષવા સોલર પેનલની મદદથી વિજળી ઉત્ત્પન્ન કરી બોર દ્વારા પાણીની સમસ્યાને
હલ કરી. આ માટે ગુજરાત સરકારની નાબાર્ડ યોજના હેઠળ ૪૦ ટકા સબસીડી મળેવી. તથા
ખેતરમાં ડ્રીપ ઇરીગેશન પધ્ધતિથી ખેતી કરવા માટે ગુજરાત ગ્રીન રીવેલ્યુએશન કંપની
લીમીટેડ પાસેથી ૭૫ ટકા સબસીડી મેળવી છે. અંદાજે ૧૫ લાખ રૂપિયાનું રોકાણ કર્યું.
ખેતી માટે રોપાઓ મહારાષ્ટ્રના પુનાથી ખાસ મંગાવી વર્ષ-૨૦૧૭માં શરૂઆત કરવામાં આવી હતી. ખાસ ડિઝાઇન વાડા ૭ ફુટના સિમેન્ટના ૮૫૦ પોલ ઊભા કરવામાં આવ્યા હતા. એક પોલ ઉપર ૪ ડ્રેગન ફ્રુટના રોપા પ્રમાણે ૩૪૦૦ રોપાથી શરૂઆત કરવામાં આવી હતી. આજે ૩ વર્ષથી ડ્રેગન ફ્રુટની સફળતાપૂર્વક ખેતી કરી રહયા છે.
છોડને ફળ લાગતા ૧૮ મહિના થાય છે. આ પાકની સૌથી મોટી ખાસિયત
એ છે કે એક વખત છોડ રોપ્યા બાદ ૨૫ વર્ષ સુધી તે ફળ આપે છે. આ બાબતે ચેતનભાઇ દેસાઇ
જણાવે છે કે, ‘એક વખત મોટો ખર્ચ થયો પરંતુ સરકારી યોજનાઓ અને એનજીઓની મદદથી મને સબસીડી મળી,
તેથી આ સાહસ કરી શકયો. આજે આ જ
ડ્રેગન ફ્રુટ મને રોકેલા નાંણા પરત કમાવી આપે છે. આજ લાભ મને વર્ષો સુધી મળશે.
ડ્રેગન ફ્રુટની ખેતી માટે ખાસ જાળવણી કરવાની જરૂર પડતી નથી. જેથી હું મારૂ કામ અને
ખેતી બંનેને સારી રીતે સંભાળી શકું છું.'
ચેતનભાઇ આજના યુવાનો માટે ઉદાહરણ સમાન છે. જે આધુનિકતા અને
ખેતીકામને સાથે લઇ કામ કરી દેશની પ્રગતિમાં યોગદાન આપી રહયા છે.
પ્રતિ વર્ષ ૬ ટન પાક મળવાની આશા-
ખેતરમાં એકવાર છોડ રોપ્યાના ૧૮ મહિના બાદ ૩૦૦ કિલો ડ્રેગન
ફ્રુટનો પ્રથમ પાક મેળવ્યો હતો. રૂ.૨૦૦/- પ્રતિ કિલો પ્રમાણે મોટા ભાગનો પાક
સુરતમાં વેચાય છે. હાલ વરસાદની સીઝનના ચાર મહિનામાં ફળની લણણી શરૂ કરવામાં આવી છે.
વરસાદના ૪ મહિના દરમિયાન લગભગ એક હજાર કિલોનો બીજો પાક મળશે. ભવિષ્યમાં પ્રતિવર્ષ
૬ ટન પાક મેળવાની તેમને આશા છે.
ડ્રેગન ફ્રુટના ફાયદા-
-રોગ પ્રતિકારક શકિત વધારે,
વા,
હૃદયરોગ,
મેટા બોલઝમ,
એન્ટી ફંગલ,
છે. પાચન શકિત,
વિટામિન સી,
પ્રોટીન,
ઓમેગા-થ્રી જેવા તત્વો રહેલા
છે. કેન્સર, સ્વાઇન ફલુ, કોલેસ્ટ્રોલ, એઇડસ, ડેન્ગ્યુ જેવા રોગોમાં ફાયદા કારક છે. તથા બ્લડ સુગર,
વેઇટ લોસ,
શ્વેતકણ,
રકતકણની માત્રા જાળવવામાં મદદ
કરે છે.
No comments