Translate

વલસાડ જિલ્લાનો વરસાદ

 


વલસાડ જિલ્લામાં તા.૧૪/૦૮/૨૦૨૦ના રોજ સવારે ૬-૦૦ કલાકે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઉમરગામ તાલુકામાં ૨૭ મી.મી., કપરાડા તાલુકામાં ૬૬ મી.મી., ધરમપુર તાલુકામાં ૩૨ મી.મી., પારડી તાલુકામાં ૨૫ મી.મી., વલસાડ તાલુકામાં ૨૭ મી.મી. અને વાપી તાલુકામાં ૪૧ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ફલડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

મોસમના કુલ વરસાદની વિગત જોઇએ તો ઉમરગામ તાલુકામાં ૧૪૨૪ મી.મી., કપરાડા તાલુકામાં ૧૦૯૩ મી.મી., ધરમપુર તાલુકામાં ૯૦૪ મી.મી., પારડી તાલુકામાં ૮૬૯ મી.મી., વલસાડ તાલુકામાં ૧૧૯૫ મી.મી. અને વાપી તાલુકામાં ૧૦૩૨ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્‍યારે તા.૧૪મી ઓગસ્‍ટ, ૨૦૨૦ના રોજ સવારે ૦૬-૦૦ થી ૪-૦૦ વાગ્‍યા સુધીમાં ઉમરગામ તાલુકામાં ૩૯ મી.મી., કપરાડા તાલુકામાં ૨૭ મી.મી., ધરમપુર તાલુકામાં ૩૦ મી.મી., પારડી તાલુકામાં ૨૭ મી.મી., વલસાડ તાલુકામાં ૪૬ મી.મી. અને વાપી તાલુકામાં ૨૭ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ફલડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

No comments