Translate

વલસાડ ૧૮૧ અભયમ હેલ્પ લાઇનની ટીમ દ્વારા મહિલા સશિકતકરણની ઉજવણી કરવામાં આવી

 

વલસાડ ૧૮૧ અભયમ હેલ્‍પલાઇનની ટીમ દ્વારા મહિલા સશિકતકરણ પખવાડીયા' અંર્તગત વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે તાલુકાના જુદા-જુદા ગામોમાં જઇ બહેનોને વેબીનારના માધ્‍યમથી તેઓના સ્‍વરક્ષણ અંગે તથા બહેનોને લગતી વિવિધ યોજનાઓ વિશે. માહિતગાર કરવામાં આવ્‍યા હતા. આ સાથે પોતાના વ્‍યવસાયમાં કઇ રીતે પ્રગતિ કરવું તે અંગેની સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. ૧૮૧ મહિલા હેલ્‍પલાઇના કર્મચારી બહેનો કંચન ટંડેલ, ગાયત્રી રાઠોડ, પ્રિયંકા પટેલ દ્વારા બેહેનોને ૧૮૧ મહિલા હેલ્‍પલાઇન' કઇ રીતે કામગીરી કરે છે  તથા તેના દ્વારા બેહનોને મળતા ફાયદા બાબતે માહિતી આપવામાં આવી હતી.

No comments