વલસાડ જિલ્લામાં ધન્વન્તરી આરોગ્ય રથની કામગીરી
વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી માટે કુલ ૩૩ આર.બી.એસ.કે. વાહનોને ધન્વંતરી આરોગ્ય રથ તરીકે કાર્યરત કરાયા છે.
ધન્વંતરી આરોગ્ય રથની ટીમે આજે તા.૨પ/૭/૨૦૨૦ના રોજ વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના લીલાપોર, ગુંદલાવ, મોટા તાઇવાડ, ગ્રીનપાર્ક, જીન્નત નગર, નીલકંઠ વેલી, ભોમાપારડી, મુલ્લાવાડી, શહીદ ચોક અને હાલર, પારડી તાલુકાના મોટાવાઘછીપા-કુંભારવાડ, તરમાલીયા-પારસી ફળિયા, રોહિણા, ખુંટેજ, ખડકી ભંડારવાડ, દેસાઇવાડ, વલસાડી ઝાંપા, દમણી ઝાંપા અને પારડી શહેર, વાપી તાલુકાના અંબામાતા મંદિર, રાજ રેસીડન્સી, ડુંગરા કોલોની, કંચનનગર, માહયાવંશી ફળિયું, ઓર્ચિડ ટાવર, આનંદ નગર, વાપી શહેર, કોળીવાડ, કુંભારવાડ, મુખ્ય બજાર, મોહન ફળિયું અને બોરડી ફળિયું, ઉમરગામ તાલુકામાં ભિલાડ-બ્રાહ્મણપાડા, ઝરોલી-કાપડીપાડા, ડહેલી, વલવાડા, જંબુરી, સંજાણ, કલગામ, નારગોલ, મરોલી અને ધોડીપાડા, ધરમપુર તાલુકાના ધરમપુર શહેર તેમજ કપરાડા તાલુકાના અંભેટી ગામોના વિવિધ વિસ્તારોમાં ફરીને ૧૫૩૬ ઘરોના પ૫૭૮ વ્યક્તિઓનો સર્વે કરાયો હતો. જેમાં ૧ર૬૩ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવાઇ હતી. જ્યારે રપ૮ ઉકાળા વિતરણ અને ૧૪૬૦ શમશમનીવટી ટેબ્લેટનું વિતરણ કરાયું હતું. પ્રાથમિક તબીબી પરીક્ષણ દરમિયાન બાવન વ્યક્તિઓમાં સામાન્ય બીમારીના લક્ષણો જણાતાં તેમને જરૂરિયાત મુજબની સારવાર કરી દવાઓ આપવામાં આવી હતી.

No comments