કોરોનાકાળમાં આંઘોળી ફળિયા- પેણધાના બાળકોને ઘરબેઠા શિક્ષણ આપી સ્વધર્મ નિભાવતા શિક્ષકબંધુઓ
શિક્ષક અને વિદ્યાર્થીના નાતાનું નૂતન દર્શન કરાવતા આદર્શ શિક્ષકા દર્શનાબહેન
માં બાળકની ચિંતા કરે તેટલા જ વાત્સલ્ય ભાવથી શિક્ષક વિદ્યાર્થીના શિક્ષણની ચિંતા કરે તેવું ઉદાહરણ શિક્ષણ જગતમાં નવી મિશાલ ઊભી થાય છે.
આ વાત છે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા મથકથી ૩૫ કિ.મી દુર મહારાષ્ટ્રની હદને અડીને આવેલા ડુંગરાળ પ્રદેશની વચ્ચે આવેલી પ્રાથમિક શાળા આંઘોળી, પેણધાના શિક્ષિકા દર્શનાબેન પટેલ દ્વારા બાળકોને આપવામાં આવી રહેલા શિક્ષણની છે. આંઘોળી ફળિયા, પેણધા એકદમ અંતરિયાળ વિસ્તાર છે. અહીં મોબાઇલ નેટવર્કની મુશ્કેલી ઉપરાંત અહીં રહેતા આદિવાસી વાલીઓની સ્માર્ટફોન વસાવવાની હેસીયત પણ નથી. આવી વિષમ પરિસ્થિતિમાં ઓનલાઇન શિક્ષણ કોઇ કાળે શકય નથી. પણ દર્શનાબેને પ્રત્યક્ષ ઘરબેઠા શિક્ષણ આપી શિક્ષકની ફરજ અદા કરી રહયા છે. દર્શનાબેને શિક્ષક તરીકેના ધર્મને નવી ઉંચાઇ આપી છે. દર્શનાબેન રોજ સવારે પોતાના નિત્યક્રમ પ્રમાણે વિદ્યાર્થીના ઘરે પહોંચી જાય છે. બાળકો પણ શિક્ષકની રાહ જોતા હોય છે. પોતાના ધોરણના ત્રણથી ચાર બાળકોને ભેગા કરી માસ્ક પહેરાવી, સોશ્યિલ ડીસ્ટન્સ રાખીને મનગમતું શિક્ષણ આપી રહયા છે. દરેક બાળકોને રાજય સરકાર તરફથી આપવામાં આવેલી બુક આપવામાં આવે છે.
No comments