Translate

પદ્મ એવોર્ડ માટે નોમીનેશન મોકલવા અંગે


વલસાડ જિલ્લામાં જુદા-જુદા ક્ષેત્રોમાં વિશિષ્‍ટ કામગીરી કરી હોય કે સિદ્ધિ હાંસલ કરી હોય તેવી વ્‍યક્‍તિ વિશેષ કે સંસ્‍થાઓ જે પદ્મ એવોર્ડ માટે યોગ્‍ય જણાતા હોય તેમની ભલામણ મોકલવાની થાય છે. આ માટે વ્‍યક્‍તિએ પોતાના જીવનપર્યંત જાહેરક્ષેત્રમાં વિશેષ પ્રદાન કરેલું હોવું જોઇએ. પદ્મ એવોર્ડ રાષ્‍ટ્રનો બીજા ક્રમનો એવોર્ડ છે. આથી જે વ્‍યક્‍તિ રાષ્‍ટ્રીય એવોર્ડ અથવા રાજ્‍ય એવોર્ડની સન્‍માનિત હોય તેવી વ્‍યક્‍તિની દરખાસ્‍ત/ ભલામણ જરૂરી છે. આ ઉપરાંત સમાજના નબળા વર્ગ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, દિવ્‍યાંગ (અપંગ) વગેરે વર્ગમાંથી વિશિષ્‍ટ પ્રદાન કરેલી વ્‍યક્‍તિઓ પણ દરખાસ્‍ત મોકલી શકશે. સામાન્‍ય રીતે મરણોત્તર એવોર્ડ આપવામાં આવતો નથી, પરંતુ નજીકના સમયગાળામાં વ્‍યક્‍તિ મૃત્‍યુ પામેલા હોય તેવા વ્‍યક્‍તિ માટે ખાસ કેસમાં દરખાસ્‍ત કરી શકાશે. જે વ્‍યક્‍તિને પદ્મ એવોર્ડ એનાયત થયો હોય અને પદ્મ એવોર્ડના ઉચ્‍ચ એવોર્ડ માટે દરખાસ્‍ત કરવી હોય તો પાંચ વર્ષના સમય બાદ ઉચ્‍ચ એવોર્ડ માટે દરખાસ્‍ત કરી શકાશે. પરંતુ ખાસ સંજોગોમાં પદ્મ એવોર્ડના ઉચ્‍ચ એવોર્ડ માટે છુટ આપવામાં આવશે. સરકારી કે બોર્ડ કોર્પોરેશનના અધિકારી/ કર્મચારીઓ આ એવોર્ડ માટે દરખાસ્‍ત કરી શકશે નહીં. પરંતુ તબીબો અને વૈજ્ઞાનિકો પદ્મ એવોર્ડ માટે દરખાસ્‍ત કરી શકશે.
 એવોર્ડ માટેની દરખાસ્‍ત તા.૩૧/૭/૨૦૨૦ સુધીમાં ઓનલાઇન ભારત સરકારને મોકલવાની થતી હોવાથી દરખાસ્‍ત અંગ્રેજી અને ગુજરાતીમાં (બાયોડેટા અને રાઇટઅપ સહિત) સોફટ કોપી (વર્ડ તથા પીડીએફ ફોરમેટમાં) સી.ડી. સાથે હાર્ડકોપી બે નકલોમાં કોમ્‍પ્‍યુટર ઉપર તૈયાર કરીને વધુમાં વધુ બે પાનાં (૮૦૦ શબ્‍દોથી વધુ નહીં) સુધી મર્યાદિત રહે તે પ્રમાણેની દરખાસ્‍ત નોડલ અધિકારી અને પ્રાંત અધિકારી, વલસાડ શ્રી વી.સી.બાગુલ, કલેક્‍ટર કચેરી, વલસાડને તા.૩૧/૭/૨૦૨૦ પહેલાં મોકલી આપવાની રહેશે.

No comments