માઁ વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ ખાતે મકરસક્રાંતિ દિને ગૌ પૂજન કાર્યક્રમ દ્વારા ગૌ ઉપાસના-ગૌ સંવેદના-ગૌ ચેતના જાગૃતિ અભિયાન
ગીર ગાય એ પૃથ્વી પરનો શ્રેષ્ઠ દેવી જીવ છે. પશુઓમાં જો
કોઈને માતાનું બિરુદ આપવામાં આવ્યું હોઈ
તો તે ગાયમાતાને આપવામાં આવેલું છે. ગીર
ગાય પીઠ ઉપર ખુંધ ધારણ કરનાર પૃથ્વી પર એકમાત્ર જીવ છે. ગાયના ખુંધમાં સૂર્યકેતુ
નામની નાડી આવેલી છે,
જેના દ્વારા સૂર્યશક્તિ
(ગૌકિરણ) ગ્રહણ કરીને શરીરમાં સુવર્ણક્ષાર ઉત્ત્પન્ન કરે છે. મકરસંક્રાંતિનાં
દિવસથી સૂર્ય પૃથ્વીનાં ઉતર ગોળાર્ધમાં પ્રવેશે છે ત્યારે જે ઉર્જા નીકળે છે તે
ઉર્જા ગાય સૂર્યકેતુ નાડી વાટે ગ્રહણ કરે છે, જેથી ગાયના શરીરને હાથથી સ્પર્શ કરવાથી-
પંપાડવાથી એ ઉર્જા આપણને પણ પ્રાપ્ત થાય છે.
વલસાડ જીલ્લાના રાબડા ગામે પાર નદીના કિનારે આવેલ અદભૂત એવા
માઁ વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ ખાતે આવેલ ગૌશાળા (વૈકુંઠ ધામ)માં મકરસંક્રાંતિના
દિવસે એટલે કે તા. ૧૪-૦૧-૨૦૧૯ ને સોમવારે સવારે ૮.૦૦ વાગ્યાથી સાંજના ૭.૦૦ વાગ્યા
સુધી ગૌ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ ધામ ખાતે એકદમ સ્વચ્છ, અધતન વ્યવસ્થાવાળી, પૂરતો અવકાશ ધરાવતી એક આદર્શ યજ્ઞશાળા જેવી આ
ગૌશાળામાં ગીર ગાયોનું પાલન-પોષણ અને જતન કરવામાં આવે છે. ગાયમાતાનું જતન કેવી
રીતે થવું જોઈએ અને આદર્શ ગૌશાળા કેવી હોવી જોઈએ એનું ઉત્તમ ઉદાહરણ આ ગૌશાળા પૂરું
પાડે છે. અસંખ્ય લોકો અહિયાં ગૌશાળાની મુલાકાતે આવે છે તેમજ આસપાસના જિલ્લામાંથી
ગૌપાલન કરતા અનેક લોકો અહીંથી ગાયનું પાલન કઈ રીતે કરવું તે બધું અહીંથી શીખીને
જાય છે.આમ અનેક લોકો આ ગૌશાળા થકી પ્રેરણા લઈને ગૌ-પાલન તરફ વળવા લાગ્યા છે.
ગૌ પૂજન કરવાથી દરેકમાં ગૌ ઉપાસના-ગૌ સંવેદના-ગૌ ચેતના
જાગૃત થાય તે માટે આ દિવસે આ ધામમાં ગૌ-પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. કોઈપણ
લોકો આ કાર્યક્રમમાં જોડાઈને ગૌસેવાનો લાભ લઇ શકે છે.


No comments