Translate

ફિટ ઇન્‍ડિયા મુવમેન્‍ટ અંતર્ગત અપાશે સાઇકલિંગ ચેલેન્‍જ..

ફિટ ઇન્‍ડિયા મુવમેન્‍ટ દ્વારા જાન્‍યુઆરી સાઇકલિંગ મંથ તરીકે ઉજવાશે ત્‍યારે  નેધરલેન્‍ડ બાઇક્‍સ દ્વારા અપાશે સાઇકલિંગ ચેલેન્‍જ


વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા લોન્‍ચ કરાવામાં આવેલી ફીટ ઇન્‍ડિયા મુવમેન્‍ટ અંતર્ગત જાન્‍યુઆરી મહિનાને સાયકલિંગ મંથ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. ફીટ ઇન્‍ડિયાની આ મુવમેન્‍ટને સપોર્ટ કરવા માટે નેધરલેન્‍ડ બાઇકસ અને વલસાડના બાઇસિકલ મેયર ડૉ.ભૈરવી જોષી દ્વારા સાયકલિંગ ચેલેન્‍જ લોન્‍ચ કરવામાં આવી છે.
ડૉ. ભૈરવી જોષી જણાવે છે કે, ફીટ ઇન્‍ડિયા મુવમેન્‍ટની થીમ અને નેધરલેન્‍ડ બાઇકસની આ વર્ષની થીમ-સીટી ફીટ ફોર ચિલ્‍ડ્રન અંતર્ગત આ સાયકલ ચેલેન્‍જ લોન્‍ચ કરવાનું વિચારર્યું છે. આ ચેલેન્‍જમાં વલસાડ શહેરની સાથે-સાથે સૂરત, નવસારી, વડોદરા, બેંગલોર તેમજ નેધરલેન્‍ડ બાઇકસ હેઠળ આવતા શહેરોમાં પણ લોન્‍ચ કરાશે. આ ચેલેન્‍જનો હેતુ સાયકલિંગ અવેરનેસ અને પ્રમોટ કરવાનો છે.  
આ સાઇકલિંગ ચેલેન્‍જ માટે તમારો સાઇકલ ચલાવતો ફોટોગ્રાફ કે વિડીયો ફેસબુક અને ટવીટર ઉપર #cyclechallenge અથવા #cyclechalao સાથે પોસ્‍ટ કરો અને તમારા મિત્રને સાયકલ ચલાવવાની ચેલેન્‍જ આપો. આ ચેલેન્‍જમાં સૌ શહેરીજનો અને સાઇકલિસ્‍ટને આ ચેલેન્‍જ સ્‍વીકારી ફીટ ઇન્‍ડિયા મુવમેન્‍ટમાં સહયોગ આપવા અનુરોધ કરાયો છે.

No comments