Translate

વલસાડ સાર્વજનિક માધ્યમિક શાળા, ફણસવાડામાં ઉમિયા કાર્યશાળાની સ્થાપના



ભણતર સાથે ધડતર 
સાર્વજનિક માધ્યમિક શાળા, ફણસવાડામાં ઉમિયા કાર્યશાળાની સ્થાપના


     આજરોજ ગાંધીજીની ૧૫૦મી જન્મ દિવસ ની ઉજવણી પ્રસંગે ગાંધી વિચારોના મંચન અને ગાંધી પ્રિય ભજનોના ગાનની સાથે સાથે પ્લાસ્ટિક મુક્ત ભારત ના સંકલ્પ ને આગળ વધારવા ઉમિયા સોશિયલ ટ્રસ્ટ તથા સાર્વજનિક માધ્યમિક શાળા, ફણસવાડા ના સંયુક્ત ઉપક્રમે ઉમિયા કાર્યશાળા - કચરા માંથી કંચનની સ્થાપના કરવામાં આવી.  રસ ધરાવતા બાળકો,  શિક્ષકો શાળા સમય પહેલાં વેસ્ટ કપડાં માંથી કાપડની થેલી બનાવી સીંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગનો વિકલ્પ આપવા પ્રયત્ન કરશે તેમજ પ્લાસ્ટિક ના વેસ્ટ માંથી સુશોભનની વસ્તુ બનાવશે. કાપડની થેલીની સાથે સાથે પેપર બેગ પણ બનાવશે. આ પ્રસંગે કેળવણી મંડળના ચેરમેન શ્રી ઈશ્ર્વરભાઇ, મંત્રી શ્રી મહેશભાઈ,  શ્રી રુપેશભાઈ તથા ઉમિયા સોસીયલ ટ્રસ્ટ વલસાડ ના શ્રી અશોકભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા.  ઉમિયા સોસીયલ ટ્રસ્ટ વલસાડ તથા શાળા પરિવારનો આશય ગાંધીના સ્વચ્છ અને સ્વસ્થ ભારતના વિચારને મૂર્તિમંત કરવાનો છે. શાળા ના વિદ્યાર્થીઓ તથા શિક્ષક દ્વારા સુંદર ધૂન, ભજન તેમજ ગાંધી જીવન આધારીત વક્તવ્યો રજુ કરવામાં આવ્યા. આચાર્ય શ્રી પ્રદીપ પટેલ, ચેરમેનશ્રી ઈશ્વરભાઈ તથા શ્રી અશોકભાઈ પટેલ દ્વારા ગાંધીજીને એક વ્યક્તિ નહીં પરંતુ વિચાર તરીકે રજુ કર્યા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક ને માત આપી ઉમિયા કાર્યશાળા નિર્મિત-  સ્વ નિર્મિત કાપડ થેલી વાપરવાનો આગ્રહ રાખી Beat the Plastic નો સંદેશો આપ્યો હતો.  કાર્યક્રમનું સંચાલન શ્રીમતી મયુરી પવારે કર્યું હતું.

No comments