Translate

વાપી શહેરમાં આવેલી મોર્ડન શાળા માં સોલર એનર્જી પ્લાન્ટ તથા અટલ ટીકરીગ લેબ નું ઉદઘાટન કરવામાં આવ્યું.





          વલસાડ જિલ્લામાં આવેલા  વાપી શહેરમાં ઇમરાન નગર ખાતે આવેલ મોડર્ન એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત મોડર્ન ઈંગ્લિશ સ્કૂલમાં  અટલ ટીકરિંગ લેબ , શાળાને સોલાર સંચાલિત કરવા માટે ૨૨.૫  કીલો વોટ સોલર એનર્જી પ્લાન્ટ, શાળામાં ટોપર આવેલા તેજસ્વી વિદ્યાર્થીઓને  સન્માન પ્રાઈઝ , જુનિયર કે.જી.થી ધોરણ પ નાં ગેમ ફોર બોયઝ એન્ડ ગર્લ્સ ને ઈનામ વિતરણ ,તથા સાયન્સ વિજ્ઞાન પ્રદર્શન તથા સમારોહ નું ઉદઘાટન સાથે આયોજન કરવામાં આવ્યું હતું.  
          અટલ ટીકરિંગ લેબ,તથા સોલર એનર્જી પ્લાન્ટ નું ઉદઘાટન  આવેલા મુખ્ય મહેમાનો પારડી તાલુકાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ , વલસાડ જિલ્લા સાંસદ સભ્ય ડો.કે.સી.પટેલ. , વાપી નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, ઉપપ્રમુખ મુકુંદાબેન પટેલ,  ગાંધીવાદી તથા સમાજસેવી ગફુરભાઈ ગફુરભાઈ બિલખીયા , વલવાડા ગામના સમાજસેવી પ્રદીપ દેસાઈ, રેખાબેન , વલસાડ જિલ્લા નાં સામાજિક કાર્યકર તથા એડવોકેટ અયાઝ શેખ , દમણગંગા નાં નિવાસી તંત્રી વિકાસ ઉપાધ્યાય તેમજ મોર્ડન શાળા નાં પ્રમુખ હાજી   મંજુરખાન,   હાજી સલીમ મેમણ, દ્વારા તથા હાજર રહેલા  મોર્ડન શાળા નાં ટ્રસ્ટીઓ  હાજી  અજીજ દમણવાલા, ,હાજી ઈદરીસખાન  , સૈયદ હાજી અબ્દુલ હકીમ, ડો.દાનિશ ,   આવેલા મહેમાનો  ડો.એમ.એમ.કુરેશી ,  વાપી મેડીકલ એસોસિએશન પ્રમુખડો.  પ્રકાશ શાહ , સામાજિક કાર્યકર  ફારૂક સોલંકી  , દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એન્જિનિયર ડી.એમ.પટેલ ,  ડો. પ્રિયકાંત વેદ પ્રિન્સિપાલ રોફેલ કોલેજ ,ડો.મીનાક્ષીબેન શેઠ, હાજી ઈસ્માઈલ નટબોલટવાલા ,    વાપી શહેર ભાજપ પ્રમુખ મિતેષ દેસાઈ , વાપી  શહેર લઘુમતિ પ્રમુખ નાશીર પાનવાલા , મુંબઈ નાં એડવોકેટ આસીફ આરડીયા ની હાજરીમાં કરવામાં આવ્યું હતું .
       ધારાસભ્ય કનુભાઈ દેસાઈ , સાંસદ ડો.કે.સી.પટેલ , વાપી નગરપાલિકા નાં પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે લઘુમતિ સમાજના અગ્રણીઓ દ્વારા આ શાળા નું સંચાલન આજની તમામ પ્રકારની એજ્યુકેશન સુવિધાઓ ઉપલબ્ધ કરાવી ને અહીં રહેતા દલિત સમાજ, લઘુમતિ સમાજના બાળકોને મોર્ડનેઝાઈએશન રીતે ભણાવવા મા આવે છે તે જોઈને અમોને પ્રેરણાદાયી ગર્વ ની લાગણી થાય છે અને અમો આ શાળા માં તમામ પ્રકારના સહકાર આપવા માટે ખાતરી આપીએ છીએ.દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એન્જિનિયર ડી.એમ.પટેલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે બાળકો ઘરમાં હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે વીજળી ની જરૂર નાં હોય ત્યારે તરતજ સ્વીચ બંધ કરી દેવામાં આવે જેથી વીજ બીલની રકમ ઓછી આવશે તો તમારા પપ્પા ને મદદરૂપ થશો.અને વીજળી ની બચત પણ થશે અને દેશને ફાયદો થશે તો દેશ સેવા થશે તેમ માર્ગદર્શન આપ્યું હતું.
    મેડિકલ એશોશિએશન નાં પ્રમુખ પ્રકાશ શાહ એ જણાવ્યું કે હું આં પ્રોગ્રામ માં આવતા પહેલા મારાં વિચારો માં ગેરસમજ હતી કે મુસ્લિમ બાળકો ભણતાં નહીં હોય અને એજ્યુકેશન માં પાછળ રહે છે પરંતુ હું મોર્ડન શાળા ટ્રસ્ટીઓ નો આભાર માનું છું કે તેઓએ મને મહેમાન તરીકે બોલાવ્યો અને હું અહીં મુસ્લિમ બાળકો નાં એજ્યુકેશન સુવિધાઓ ઉપલબ્ધ કરાવી ને જે પ્રગતિ કરી રહ્યા છે તે જોઈને આજે માંરો ભ્રમ દૂર થયો છે અને આ શાળા મેટ્રો શહેરમાં આવેલી મોંઘી શાળાઓ ની બરાબર અને તેનાથી પણ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ ઓછી ફી માં અહીં રહેતા ગરીબ તથા મધ્યમ વર્ગના લધુમતી તથા દલિતો નેં આપી રહીં છે તે બદલ હું દિલથી અભિનંદન આપું છું.
          સાથે જ જુનિયર, કે.જી થી 5વી કક્ષાઓ ના વિદ્યાર્થીઓ માટે ખેલ રમતની નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માં આવી સાથે જ  22.5 કિલો વોટ્સ નો સોલાર પ્લાન્ટ પણ લગવવા માં આવ્યો .આ ઉપરાંત પ્રથમ આવેલા વિદ્યાર્થીઓ ને ઇનામ વિતરણ કરાયું .આ કાર્યક્રમ માં વિજ્ઞાન પ્રદર્શની નું કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.. કાર્યક્રમ માં વલવાડા ના સમાજસેવી પ્રદીપભાઈ અને રેખાબેન દ્વારા મોડર્ન સ્કૂલ ના ટ્રસ્ટ ને રૂ 151000/- ની સહાય દાન આપવા માં આવી અને ગફુરભાઈ બિલખીયા દ્વારા મોડર્ન સ્કૂલ ટ્રસ્ટ ને રૂ 100000/- નો દાન આપતા સંસ્થા ના પ્રમુખ મંજૂર ખાન અને ટ્રસ્ટીઓ દ્વારા ધન્યવાદ અને આભાર વ્યક્ત કર્યો હતો.
       સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોર્ડન શાળા નાં ટ્રસ્ટી તથા મંત્રી તરીકે સેવા આપતા પ્રોફેસર રફીક લુલાણીયા તથા પ્રિન્સિપાલ પુષ્પાબેન  મુદ્દગલ  દ્વારા કરવામાં આવ્યું હતું.


No comments