વલસાડમાં એમ્પલોઇઝ યુનિયન દ્વારા સ્વચ્છભારત અભિયાન હાથ ધરાયું
નેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ રેલવે સ્ટેશન પર નાટક કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો
વલસાડ : 2 ઓક્ટોબરને ગાંધી જયંત નિમિત્તે વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયને રેલવે તંત્ર સાથે મળીને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્ટેશન પર સફાઇ અભિયાન હાથ ધર્યું હતુ. તેમજ સ્વચ્છતા જાગૃતિના કાર્યક્રમો યોજ્યા હતા.
વલસાડ રેલવે સ્ટેશને આજરોજ સવારે આ અભિયાન અંતર્ગત નેશનલ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓએ સ્વચ્છતાનો સંદેશ ફેલાવવા નાટકો કરી ટ્રેનમાં અને સ્ટેશન પર કચરો ન નાખવા અને સ્વચ્છતા જાળવવાનો અનોખો સંદેશ આપ્યો હતો. આ સાથે તેમણે પ્લેટફોર્મ નં. 1 અને 2 પર વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને રેલી કાઢી હતી. ત્યારબાદ તેમણે સ્વચ્છતા માટે મુસાફરો પાસેથી સપથ ગ્રહણ કરાવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમમાં વલસાડના એરિયા મેનેજર ઇન્દ્રરાજ મીના, એઓએમ અન્નુ ત્યાગી, સ્ટેશન એ.સી.એમ.એસ હલદર મેડમ ,મેનેજર રમણલાલ, એડવોકેટ અયાઝ શેખ, એમ્પલોઇઝ યુનિયનના ડિવિઝનલ ચેરમેન પ્રકાશ સાવલકર, સેક્રેટરી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયનના સેક્રેટરી હુસેન બેલીમ, સ્મીતા પટેલ, જયેશ પટેલ, ચીફ કોમર્સિયલ ઇન્સપેક્ટર ગણેશ જાદવ, ચીફ વેલ ઇન્સપેક્ટર નિરંજન યાદવ, ડેપ્યુટી એસએસ કોમર્સિયલ વીજય વગેરે ભારે જહેમત ઉઠાવી હતી.


No comments