વાપીની સમર્પણ જ્ઞાન સ્કૂલ ખાતે "જર્ની ઓફ પીસ" વિષયક પોસ્ટર ડ્રોઇંગ સ્પર્ધા યોજાઇ
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના રાતા ખાતેની સમર્પણ જ્ઞાન સ્કૂલમાં ધ ઇન્ટરનેશનલ લાયન્સ કલબ દ્વારા "જર્ની ઓફ પીસ" વિષયક પોસ્ટર ડ્રોઇંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જિલ્લાની ૨૩ જેટલી શાળાના ૧૧ થી ૧૩ વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે પૈકી ૧૧ વર્ષના ગ્રૂપમાં પુરુષોત્તમ કોલ્હે, ઝલક શાહ તથા હર્ષદા ગાયકવાડ, ૧૨ વર્ષના ગ્રૂપમાં એસા સાયરા, હેની પટેલ તથા અંજલી પ્રસાદ જ્યારે ૧૩ વર્ષના ગ્રૂપમાં મનનકુમાર પટેલ, નંદીની શર્મા તથા પલક પટેલ અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને વિજેતા જાહેર થયા હતા. જેઓને ધ ઇન્ટરનેશનલ એસો. ઓફ લાયન્સ કલબના નીપમકુમાર શેઠ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. સ્પર્ધામાં ભાગ લેનારા પ્રત્યેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે પાર્ટીસીપેન્ટ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધ ઇન્ટરનેશનલ એસો. ઓફ લાયન્સ કલબના શાંતિલાલ શાહ, મોહનલાલ શાહ, ભરત કાંચીવાલા, સુધાકર ગર્ગ, પીંકી ખીમાણી,નવીન્દ્ર, બીપીન પટેલ, મીતા મહેતા, વંદના જૈન અશોક રાણા, સમર્પણ જ્ઞાન સ્કૂલના પ્રમુખ મુકેશભાઇ પટેલ,આચાર્ય મનીષા ગવકર, શાળા પરિવાર સહિત શાળાના બાળકો હાજર રહયા હતા.

No comments