જિલ્લા વહીવટીતંત્રનો નવતર પ્રયોગ ‘‘માનવતાનો પટારો''
આવશ્યકતા કરતા વધુ ચીજ વસ્તુ હોય તો ‘‘માનવતાનો પટારો" માં મૂકો
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સામાજીક અભિગમ અપનાવી વલસાડ સીટી પોલીસ સ્ટેશન સામે, જલારામ
મંદિર ખાતે નવતર પ્રયોગરૂપે ‘‘માનવતાનો પટારો" જિલ્લા કલેકટર સી.આર.ખરસાણના હસ્તે ખુલ્લો
મુકવામાં આવ્યો હતો.
આ અવસરે જિલ્લા કલેકટર સી.આર ખરસાણે માનવજીવનને ઉપયોગી જરૂરીયાત એવા કપડાં,
ચપ્પલ, સાબુ, બૂટ, ઓઢવાની ચાદર, ખાવાની સુકી વસ્તુઓ આવશ્યકતા કરતા વધુ હોય તો
જરૂરીયાત મંદો સુધી પહોંચે તે માટે માનવતાના પટારામાં મૂકવા અપીલ કરી છે. માનવતાના પટારા
થકી જરૂરીયાત મંદોને તેમની જરૂરીયાત સંતોષાશે. આ સેવાયજ્ઞમાં સૌને જોડાવા પણ જણાવ્યું હતું.
આ માનવતાના પટારા માટે માં આદર્શ ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ રાબડા તથા જલારામ
મંદિર વલસાડનો સહયોગ સાંપડયો છે.
આ અવસરે નિવાસી અધિક કલેકટર કમલેશ બોર્ડર, પ્રાંત અધિકારી કે.જે.ભગોરા, સમાજ સુરક્ષા
અધિકારી શ્રી ચુડાસમા, દહેજ પ્રતિબંધક અધિકારી શૈલેષ કણજારીયા સહિત સેવાભાવીઓ ઉપસ્થિત
રહયા હતા.
No comments