Translate

વલસાડ જિલ્લામાં આઇ.સી.ડી.એસ.ના ૧પ ઘટકોમાં પોષણ માહ ઉજવણીનો શુભારંભ

 રાજ્‍ય સરકાર દ્વારા સપ્‍ટેમ્‍બર માસને પોષણ માહ તરીકે ઉજવવાનું નિયત કરાયું છે. પોષણના સંદેશ સાથે ગ્રામ્‍ય કક્ષાએ દરેક ઘર સુધી પહોંચાડવાનો લક્ષ્ય છે ત્‍યારે વલસાડ જિલ્લામાં આઇ.સી.ડી.એસ.ના ૧પ ઘટકોમાં પોષણ માહનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો. જેમાં બાળકના પ્રથમ હજાર દિવસ, હેન્‍ડવોશ એનીમીયા, ઝાડા નિયંત્રણ અને પૌષ્‍ટિક આહાર વિશે જરૂરી સમજણ આપવામાં આવી હતી. હેન્‍ડવોશનું પ્રત્‍યક્ષ નિદર્શન કરી હાથ કેવી રીતે ધોવા જોઇએ તેની જાણકારી આપવામાં આવી હતી. વિવિધ ઘટકોમાં વાનગી નિદર્શન યોજી વિજેતાઓને પ્રોત્‍સાહક ઇનામોનું વિતરણ પણ કરાયું હતું.
     કાર્યક્રમોમાં આઇ.સી.ડી.એસ., આંગણવાડી કાર્યકર, હેલ્‍પર, મુખ્‍ફ સેવિકા, સંબંધિત બાળ વિકાસ યોજના અધિકારી તેમજ જિલ્લાના અન્‍ય વિભાગના શાખા અધિકારીઓ, સંબંધિત ગામના સરપંચ, પદાધિકારીઓ, ગ્રામજનો હાજર રહયા હતા.



No comments