વલસાડના ઓફ સ્પિનર ખેલાડી માઇઝ સીધી સહિત કુલ 4 ખેલાડીઓની પસંદગી
ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આગામી સમયમાં ગુજરાત રાજ્યની ટીમનું ગઠન થઈ રહ્યું છે.જેના માટે વિવિધ જિલ્લાની ટીમોનું ગઠન થઈ રહ્યું છે.જેમાં અંડર.23 કેટેગરીમાં વલસાડના ઓફ સ્પિનર ખેલાડી માઇઝ સીધી સહિત કુલ 4 ખેલાડીઓની પસંદગી થઈ છે.જેઓ અમદાવાદ ખાતે પસંદગી કેમ્પમાં ભાગ લેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર.23 કેટેગરીની એ.બી.સી.ડી.એમ 4 કેટેગરીની ટિમ તૈયાર થઈ રહી છે.જેમાં ટિમ એ માં વલસાડના ઓફ સ્પિનર માઇઝ સીધી, હર્ષ દેસાઈ,ટિમ ડી માં શિવમ આ આરેકર અને હર્ષ પટેલનો સમાવેશ થાય છે. ઉપરોક્ત તમામ ખેલાડી ઓ બી.ડી. સી.એ.ના ખેલાડીઓ છે. જી.સી.એ.સંચાલિત બી.ડી.સી.એ.એકેડમિમાં એસો શીએશિનના પદાધિકારીઓ અને કોચ દ્વારા ક્રિકેટની અપાતી સઘન તાલીમ કેમ્પ ને લઈ વલસાડ જિલ્લાના ખેલાડીઓ રણજી સહિત વિવિધ કેટેગરીની ટુર્નામેન્ટમાં પસંદ થઈ વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

No comments