કલગામ અને મરોલી ગામમાં પેવરબ્લોક કામગીરીનું ખાતમુહૂર્ત કરતા આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકર
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ-બારીયાવાડ તેમજ મરોલી-બોરીવાડમાં ઘર સુધી પેવરબ્લોક લગાવવાના કામનું ખાતમુહૂર્ત વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે આદિજાતિ રાજ્ય મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, છેવાડાના માનવીની ચિંતા કરી તમામ પાયાની સવલતો મળી તેવા ઉમદા હેતુસર રાજ્ય સરકાર પ્રજાકલ્યાણના કામો માટે સતત જાગૃત રહી કાર્ય કરી રહી છે. સરકારના વિકાસકાર્યોમાં સૌના સહયોગની અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. તેમણે રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓની જાણકારી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ અવસરે સંબંધિત ગામના સરપંચો અને ગ્રામજનો હાજર રહયા હતા.

No comments