તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ વલસાડ દ્વારા આકસ્મિક ચકાસણી હેઠળ દંડ વસુલવામાં આવ્યો
વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંર્તગત તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમ માટે ટાસ્ક માટે ફોર્સની રચના કલેકટર વલસાડના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલી છે.
વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ, ફુડ એન્ડ ડ્રગ વિભાગ સાથે મળી સ્ટીયરિંગ કમિટી દ્વારા વલસાડ શહેરમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના મોટા પાનના ગલ્લા, પાર્લર વગેરે જગ્યાએ કુલ-૧૬ દુકાનદારો અને જાહેરમાં ધુમ્રપાન કરનાર-૩ વ્યકિત સહિત કુલ-૧૯ લોકો પાસેથી ૩૮૦૦- રકમનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
કલમ-૬(અ)૧૮ વર્ષથી નાની વયની વ્યકિતને તમાકુનું વેચાણ પર પ્રતિબંધ છે. કલમ-૬(બ) શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજયામાં તમાકુ કે તમાકુનું વેચાણ પર પ્રતિબંધ છે. સ્ટીયરીંગ કમિટી દ્વારા વલસાડ શહેરના પાનના ગલ્લા, પાર્લર વગેરે જગ્યાએ ચેતવણી આપવામાં આવી અને તમાકુથી કેન્સર થાય છે એવી આરોગ્ય વિષયક ચેતવણી વિના સિગારેટ અને તમાકુની અન્ય બનાવતોનું છુટક વેચાણ પર પ્રતિબંધ છે એમ સુચના આપવામાં આવી હતી.
આ કામગીરી અત્રેના ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા કરવામાં આવી છે. જેમાં આરોગ્ય વિભાગના એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.મનોજ પટેલના માર્ગદર્શન હેઠળ ફુડ વિભાગ, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, જિલ્લા ટોબેકો સેલ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે.

No comments