વાજપેય બેન્કેરબલ યોજનામાં સહાય મેળવી આન્ત્રલપ્રનોર બન્યાા કાનુરબરડાના અમિતભાઇ પટેલ
યુવાનો માટે સ્વરોજગારીની તકો ઊભી કરતું જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર
કોઇ પણ દેશનું ભવિષ્ય કેવું હશે તે જોવા માટે તે દેશના યુવાનો કયા કાર્યો કરી
રહ્યા છે તેનું પુથ્થક્કરણ કરવું પડે છે. જેમ એક કુમળા છોડને સારૂ પોષણ આપવામાં
આવે તો તે ઘટાદાર વૃક્ષ બની અનેક લાભ આપે છે તેમ યુવા પેઢીને યોગ્ય દિશા સમાન ધ્યેય
અને પોષણ સમાન તક આપવામાં આવે તો તે સમગ્ર દેશને વિકાસના પથ ઉપર લઇ જાય છે. સ્વયં
પ્રગતિ કરે છે અને અન્ય માટે પ્રેરણા રૂપ બની આવનાર પેઢીનું ભવિષ્ય ઉજજવળ બનાવે
છે.
આપણા દેશમાં યુવાનો સ્વરોજગારી મેળવી દેશના વિકાસમાં સહભાગી થઇ શકે તે માટે
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ ધંધો શરૂ કરવા માટે લોન આપવામાં
આવે છે. જેનો ઉપયોગ કરી વલસાડ જિલ્લાના અનેક યુવાનો ઘર આંગણે સફળ બિઝનેસ કરતા થયા
છે. જેમાંથી એક સફળ આન્ત્રપ્રનોર (બીઝનેસમેન) છે-અમિતભાઇ અરવિંદભાઇ પટેલ.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કાનુરબરડા ગામના અમિતભાઇ વાપીની ખાનગી
કંપનીમાં ૧૫ હજાર પગારની નોકરી કરતા હતા. નોકરીમાં પોતાના ઘર-પરિવારને પુરતો સમય ન
આપી શકવાના કારણે સતત ચિંતામાં રહેતા હતા. નજીકના મિત્રને આર.ઓનો સફળ બિઝનેસ કરતા
જોઇ, સરકારની યુવાઓને મદદરૂપ થવાની સારી સુર્વણતક ઝડપી લઇ પોતાનો બિઝનેસ શરૂ કરવાનો
ધ્યેય લીધો. આર.ઓ. પ્લાન્ટ સ્થાપવા માટે નોકરી છોડી અથાગ મહેનત, ઇમાનદારીથી કામ કરીશું તો ચોક્કસ સફળતા મળશે જ, એવો વિચાર કરી આ લઘુ ઉદ્યોગમાં ઝંપલાવ્યું.
અમિતભાઇએ ૨૦૧૮-૧૯માં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મદદથી રૂપિયા ૩.૫ લાખની લોન
લીધી જેના ઉપર વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ ૨૫ ટકાની સબસીડી મેળવી પોતાના ઘરે જ
શીવ વોટર સપ્લાયના નામથી આર.ઓ પ્લાન્ટ શરૂ કર્યો.
આર.ઓ પ્લાન્ટમાં ફીલ્ટર, મેમરન, ચીલર,
૧૦૦ કુલર જગ અને ૧૫૦ સાદા જગ વસાવ્યા છે. ૨ હજાર લીટરની ૨
ટાંકી વસાવી છે. આ ટાંકીમાં આધુનિક મશીન દ્વારા પાણી ફીલ્ટર તેમજ ઠંડુ થાય છે. એક
ટાંકીથી ૫૦ જગ ભરી શકાય છે.
આ ઉપરાંત પોતાના ટેમ્પાની મદદથી લોકોને ઘરે-ઘર તાજું અને સ્વચ્છ પીવાનું
પાણી પહોંચાડી રહ્યા છે. નાના-મોટા પ્રસંગોમાં, માર્કેટ, દુકાનો વગેરે સ્થળે પાણી પહોંચાડી દિવસના ૭૦૦ થી ૮૦૦ રૂપિયા મેળવી પોતાના ભાઇ
સાથે મળી એક સફળ બિઝનેસ કરી રહ્યા છે.
અમિતભાઇ જણાવે છે કે,
આ લઘુ ઉદ્યોગ દ્વારા તેઓ રોજગારીની સાથે-સાથે પોતાના
ઘર-પરિવારને પુરતો સમય આપી શકે છે વૃદ્ધ માતા-પિતાની સેવા કરી માનસિક શાંતિ અને
સંતોષ અનુભવે છે. તેઓ ગામના અન્ય યુવાનો કામ અર્થે જે ઘરબાર છોડી દુર ગયા છે
તેમને સરકારની આ યોજના વિશે અવારનવર માહિતગાર કરે છે. ઉપરાંત અમિતભાઇની મહેનત, ઇમાનદારી અને સુઝબુઝથી સફળ બિઝનેસ ચાલાવતા જોઇ તેમના પરિવાર અને મિત્રોને
અમિતભાઇ ઉપર ગર્વ છે.

No comments