વાપીની સંધ્યા ગ્રૂપને તેલંગણાના કૃષિ મંત્રી શ્રી એસ.નિરંજન રેડ્ડીના હસ્તે ૨૦૧૯ નો એવોર્ડ આપવામાં આવ્યો.
વાપી, સરીગામ અને મુંબઈ ખાતે આવેલી કૃષિ સંબંધિત કેમિકલ બનાવતી ઉદ્યોગ સંધ્યા ગ્રુપ ને હૈદરાબાદ ખાતે હોટલ પાર્ક હયાત માં આયોજિત એગ્રો બિઝનેસ ઉદ્યોગ સમિટ માં તેલંગણા રાજ્યના કૃષિ મંત્રી શ્રી એસ નિરંજન રેડ્ડી ના હસ્તે કૃષિ ફસલ બચાવ માટેનો સોથી વધારે પ્રભાવિત પ્રોડક્ટ બનાવતી સંધ્યા ગ્રુપ કંપની ને ૨૦૧૯નો એગ્રો એવોર્ડ, તારીખ ૨૭/૪/૨૦૧૯ એપ્રિલ ના રોજ સંધ્યા ગ્રુપના ડાયરેકટર ડા. સ્મિત પટેલ દ્વારા સ્વીકાર કરતા સંધ્યા ગ્રુપ ના સમસ્ત કર્મચારીઓમાં ખુશી ની લહેર ફેલાઈ હતી કૃષિ શેત્રે આ એવોર્ડ સોથી સન્માનિત એવોર્ડ ગણવા માં આવે છે ઉલ્લેખનીય છે કે સંધ્યા ગ્રુપ દ્વારા ભુતપૂર્વ માં પણ અસંખ્ય એવોર્ડ પ્રાપ્ત કરી પોતાની ક્ષેત્ર માં ઉત્તમ ગુણવતા સિદ્ધ હાંસલ કરી છે અને કૃષિ ને બચાવ કરવા માટે ના નવીન તકનીક ના પ્રોડક્ટ આપી કૃષિને ઉન્નત કરવા માટેની એક નવી દિશા પ્રદાન કરવાના સફળ પ્રયાસો હાથ ધર્યા છે.

No comments