ઉમિયા સોશિયલ ટ્રસ્ટ વલસાડ દ્વારા આયોજિત "જીવનસંતુલન" અને "મસ્ત રહો, સ્વસ્થ રહો"
આજ રોજ મોરારજી ઓડોટોરીઆમ ખાતે યોજાયો જેમાં વલસાડની જીવન અને શરીર પ્રત્યે જાગરક જનતાએ લાભ લીધો. સ્વામીશ્રી અક્ષરમુનિ જે સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છ થી પધારી, જેમને પોતાની પ્રભાવશાળી વાણીથી જીવન- વ્યવસાઈ-પરિવાર-આધ્યાત્મ વચ્ચે કઈ રીતે સંતુલન બનાવી સંતોષકારક લાઈફ જીવી શકાય તેમની સમજણ દાખલાઓ આપી બહુ સરસરીતે પૂરી પાડી. દીપલીબેન પટેલ જે ઇન્ટરનેશનલ બાઈક એન્ડ વેલનેસ કોચ સુરતથી પધારી શરીર અને મનને કઇ રીતે સ્વસ્થરાખી શકાય તે માટે 10 હોબિસ્ટિક સારવાર, ડાયટ પ્લાન, વિચારોને બદલીને સ્વસ્થ રહેવાની પણ બહુ જ સારી સમાજની અને હાજર રહેલા વ્યક્તિઓ ને બહુજ આનન્દ આવ્યો. આ પ્રોગ્રામમાં રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, jci ઉડાનવિંગ, જબા સાઈ, સૌરાષ્ટ્ર પટેલ સમાજ, કચ્છ કડવા પાટીદાર સમાજ, આદિવાસી વિકાસ ટ્રસ્ટના સપોર્ટથી કાર્યક્રમ સફળ રહ્યું.


No comments