Translate

હરીશભાઈ પટેલ દ્વારા બામટી ગામની વિદ્યાર્થીની નું સન્માન કરીયું


    હરીશભાઈ પટેલ ( હરીશ આર્ટ )વાપી જે ધરમપુર નજીકના બામટી ના રહેવાસી છે .પોતાના કુટુંબ ની દીકરી
ધરમપુર નજીકમાં બીલપુડીની શ્રી રાધાબા શામલાલ પટેલ વિદ્યાલયની 99.56 ટકા સાથે
 ધરમપુર તાલુકામાં બીજા ક્રમ પર રહેલી બામટી ગામની આદિવાસી વિદ્યાર્થીની રિયા પટેલના ઘરે જઈ સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી.
           આદિવાસી પરિવાર વિદ્યાર્થીની એ બીમાર પિતાની માંદગીને લઈ સતત માનસિક તાણ હોવા છતાં ઝળહળતી સફળતા સિદ્ધિ મેળવી મક્કમ મનોબળ સાથે સમગ્ર આદિવાસી સમાજમાં એક અનોખી સિદ્ધિ પ્રાપ્તિ કરી છે ધરમપુરને અડીને આવેલા બામટીના 2 વર્ષથી ડેમેજ કિડનીને લઈ ડાયાલીસીસ કરાવતા દીપકભાઈ મોહનભાઈ પટેલ પત્ની અને 2 દીકરી સાથે સગાઓ અને ફળિયામાં આવેલા સાસરાપક્ષના સહકારથી પરિવારનું ગુજરાન ચલાવે છે. 2 દીકરીઓ સિયા અને રિયા પૈકી પિતાની વ્હાલસોયી મોટી દીકરી રિયાએ પિતાની બીમારીને લઈ સતત તાણ હોવા છતાં પિતાની કાળજી સાથે અભ્યાસ ઉપર ધ્યાન આપી સફળતા મેળવી છે. પરિવાર દ્વારા ભાવુક થયેલા  રિયાને આશીર્વાદ આપ્યા હતા.ગરીબ પરિવાર ની દીકરી અશ્રુભીની આંખે રિયાએ પિતાની ઈચ્છા મુજબ ડોક્ટર બનવાનો મક્કમ નિર્ધાર વ્યકત પણ કર્યો છે.

No comments