વલસાડ કલેક્ટરના હસ્તે ઇવીએમ/વીવીપેટ સંગ્રહ માટેના વેરહાઉસનું લોકાર્પણ કરાયું
વલસાડની કલેક્ટર કચેરી કેમ્પસ ખાતે ઇ.વી.એમ. અને વીવીપેટના સંગ્રહ રાખવા માટે નવા બનાવાયેલા વેરહાઉસનું કલેક્ટર સી.આર.ખરસાણના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે કલેક્ટર સી.આર.ખરસાણે જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ આ મકાન માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરાયું છે. વિધાનસભા મતદાર વિભાગ મુજબ ઇ.વી.એમ. અલગ-અલગ વિભાગો બનાવાયા છે. આ વેરહાઉસ ખાતે વલસાડ જિલ્લામાં યોજાનારી વિવિધ ચૂંટણીઓ માટે વપરાશમાં લેવામાં આવેલા ઇવીએમ રાખવામાં આવશે.
આ અવસરે નિવાસી અધિક કલેક્ટર કમલેશ બોર્ડર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે.આર.પટેલ, પ્રાંત અધિકારી કે.જે.ભગોરા, કાર્યપાલક ઇજનેર એમ.એમ.ચૌધરી, ચૂંટણી મામલતદાર કૃતિકા વસાવા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.
No comments