વલસાડ ,જીમખાના ગ્રાઉન્ડ પર રાષ્ટ્રીય હિન્દી ભાષી કલ્યાણ પરિષદ દ્વારા નવમી ઉજવણી
દક્ષિણ ગુજરાતના વલસાડ શહેરના જીમખાના ગ્રાઉન્ડના રાષ્ટ્રીય હિન્દી ભાષી કલ્યાણ પરિષદ દ્વારા નવમી ઉજવણી કરવામાં આવેલ હતી. જે શુભ પ્રસંગે ઉદઘાટક સિનિયર નિવૃત્ત આઈ.એ.એસ એસ.કે.નંદા સાહેબ ને દીપ પ્રકટ કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી.
ડો. નંદા સાથે વિશ્વ સુંદરી નિપાસિંહ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. અને ઉદ્ઘાટનમાં જોડાયેલા રીટાયર્ડ સેશન્સ જડ્જ આર.યુ.મુલતાની, સુપ્રીમ કોર્ટના એડવોકેટ દેવેન્દ્ર પ્રતાપ ઉપાધ્યાય આરીફ ખાન સર, ઝહિર દરિયાઈ, ગુરુદ્વારા જ્ઞાની યોગેન્દ્રસિંહ ચર્ચના ફાઘર સહિતના તમામ સામાજિક કાર્યકર્તાઓના દીપ નંદા સાહેબ સાથે પ્રજવલીત કર્યો હતો. કાર્યક્રમમાં પ્રવચન આર.બી.મોર્યા મુંબઈ સુપ્રીમ કોર્ટ ના એડવોકેટ દેવેન્દ્ર ઉપાધ્યાય ઓકે અઝીઝ મોલાના જેસે વક્તાઓના સમાજ ઉપયોગી પ્રવચન કર્યા હતા. ગીત, સંગીતના દિલીપ તિવારી મુંબઈ અને માલા ચક્રવર્તીના દેશભક્તિ અને સામાજિક ગીતો ગાયા હતા. આ કાર્યક્રમમાં વધારેમાં વધારે બધ્ધીજીવીઓએ હાજરી આપી હતી. સંગઠનને સફળ બનાવવા માટે સંગઠનના અધ્યક્ષ મુન્ના કુમાર સિંહ અને રામદરશ શર્મા વકીલ અન્સારી મદમોહન, મેંહદી હસન ખાન વગેરે પદાધિકારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. વિશ્વ સુંદરી નિપાસિહે ડો. એસ.કે.નંદા એ સંદેશ આપ્યો હતો કે માનવતા બહુ મોટી વસ્તુ છે સમાજની સેવા કરવાની પણ જરૂરી છે. અને એકતાની પણ જરૂરી છે. સંગઠનની સાચી શોધ માટે અધ્યક્ષ અને સંગઠના પ્રધાન મહા સચિવ કૌશિક માકડીયા ને વધાઈ આપી હતી. દર્શકો અને વક્તાઓને ભોજન સહ આભાર વિધિ કરી હતી.


No comments