૨૬ વલસાડ સંસદીય મતદાર વિભાગના ઉમેદવારો અને જાહેર જનતાને જાણવા જોગ
લોકસભા
ચૂંટણી-૨૦૧૯
૨૬
વલસાડ સંસદીય મતદાર વિભાગના ઉમેદવારો અને જાહેર જનતાને જાણવા જોગ
આગામી
૧૮ અને ૨૨ એપ્રિલે ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ ખર્ચ નિરીક્ષક સમક્ષ રજૂ કરવાનો
રહેશે
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯
માટેના ૨૬- વલસાડ સંસદીય મતદાર વિભાગના ચૂંટણી લડતા તમામ ઉમેદવારોએ ભારતના
ચૂંટણીપંચની ગાઇડલાઇન મુજબ રૂા.૭૦ લાખની મર્યાદામાં ખર્ચ કરવાનો રહે છે. તથા આ
ખર્ચ અંગે નિર્ધારિત કરેલ તારીખોએ ઉમેદવારોએ પોતે રૂબરૂમાં અથવા તેમના ચૂંટણી એજન્ટ મારફતે ચૂંટણી ખર્ચ
નિરીક્ષક સમક્ષ તપાસણી માટે ખર્ચ રજીસ્ટર રજૂ કરવાના રહે છે. જેમાં ચૂંટણી ખર્ચના
રજીસ્ટર તથા ખર્ચ સંબંધી આનુષાંગિક
વાઉચરો/દસ્તાવેજો સાથે ખર્ચ નિરીક્ષકશ્રી પાસેથી ચકાસણી કરાવી લેવાના રહે છે. આવા કુલ-૩
(ત્રણ) નિરીક્ષણ મતદાનની તારીખ પહેલા
કરવાના રહે છે. જે મુજબ પ્રથમ નિરીક્ષણ
તા.૧૨/૦૪/૨૦૧૯ના રોજ થયેલ છે. આગામી બીજું નિરીક્ષણ તા.૧૮/૦૪/૨૦૧૯ ના રોજ તથા
ત્રીજુ નિરીક્ષણ તા. ૨૨/૦૪/૨૦૧૯ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકથી બીજો માળ,
સભાખંડ, કલેકટર
કચેરી, વલસાડ ખાતે રાખેલ છે. દરેક નિરીક્ષણ પછી ઉમેદવારોના
દૈનિક હિસાબના રજીસ્ટરના ઉતારા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની વેબ સાઇટ પર અપલોડ
કરવામાં આવશે તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના નોટીસ બોર્ડ પર પ્રસિધ્ધ કરવામાં
આવશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર વલસાડ દ્વારા જણાવાયું છે.
-૦૦૦-
Good
ReplyDelete