Translate

રાજકીય પક્ષોની હાજરીમાં ઇવીએમ અને વીવીપેટનું રેન્‍ડેમાઇઝેશન

રાજકીય પક્ષોની હાજરીમાં ઇવીએમ અને વીવીપેટનું રેન્‍ડેમાઇઝેશન

રાજકીય પક્ષોની હાજરીમાં ઇવીએમ અને વીવીપેટનું રેન્‍ડેમાઇઝેશન



લોકસભાની સામાન્‍ય ચૂંટણી-૨૦૧૯ ની ૨૬- વલસાડ (અ.જ.જા) બેઠક  ન્‍યાયી, નિષ્‍પક્ષ અને મુકત વાતાવરણમાં યોજાય તે માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા નિયુકત કરાયેલા જનરલ ઓબ્‍ઝર્વર શ્રી યશપાલ ગર્ગ, જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સી.આર.ખરસાણના નેજા હેઠળ તા.૧૧/૦૪/૧૯ના રોજ ચૂંટણી શાખાના સી.એમ.સી. ખાતે નિવાસી અધિક કલેક્‍ટર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ચૂંટણી મામલતદાર, મદદનીશ ચૂંટણી અધિકારીઓની હાજરીમાં સેકન્‍ડ રેન્‍ડેમાઇઝેશન કરાયું હતું.
        આ વેળાએ ૨૬ વલસાડ (અ.જ.જા) બેઠક માટે ઇવીએમ (બી.યુ. અને સી.યુ.) તથા વીવીપેટનું સેકન્‍ડ રેન્‍ડેમાઇઝેશન રાજકીય પક્ષો બી.જે.પી.ના નિખીલ ચોકસી, ઇન્‍ડિયન નેશનલ કોંગ્રેસના સુરેશભાઇ વાઘિયા, બી.એસ.પી.ના કમલેશભાઇ તલાવીયા, બહુજન મુક્‍તિપાર્ટીના ગુલાબભાઇ ખરપડીની હાજરીમાં કરાયું હતું. પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર તથા માઇક્રો ઓબ્‍ઝર્વરનું રેન્‍ડેમાઇઝેશન પણ કરાયું હતું.
        આ વેળાએ નિવાસી અધિક કલેકટર કમલેશ બોર્ડર, લોકસભા બેઠકમાં સમાવિષ્‍ટ સાત વિધાનસભા મતવિસ્‍તારના ચૂંટણી અધિકારીઓ, નાયબ ચૂંટણી અધિકારી શ્રી કે.આર.પટેલ, ચૂંટણી મામલતદાર કૃતિકા વસાવા સહિત ચૂંટણી સ્‍ટાફ હાજર રહ્યા હતા.

No comments