૨૬ વલસાડ (અ.જ.જા) બેઠક માટે અંદાજે ૭૪.૦૯ ટકા જેટલું જંગી મતદાન
વલસાડ તા.૨૩: લોકસભા સામાન઼્ય ચૂંટણી ૨૦૧૯ માં ૨૬-વલસાડ બેઠકની ચૂ઼ટણીમાં અંદાજે ૭૪.૦૯ ટકા જેટલું જંગી મતદાન સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં થયું હતું. જેમાં સંસદીય મતવિસ્તારની ૧૭૮- ધરમપુરમાં ૭૪.૮૧ટકા, ૧૭૯-વલસાડમાં ૭૦.૬૨ ટકા, ૧૮૦-પારડીમાં ૭૦.૧૨ ટકા, ૧૮૧-કપરાડામાં ૭૯.૩૮ ટકા અને ૧૮૨-ઉમરગામ વિધાનસભા મતવિસ્તારમાં ૬૭.૭૧ ટકા , ૧૭૩ ડાંગમાં ૮૦.૬૮ તથા ૧૭૭- વાંસદામાં ૭૬.૯૨ ટકા જેટલું મતદાન નોંધાયું છે. આજે સવારથી જિલ્લાના તમામ મત વિસ્તારોના મતદારો મતદાન કરવા માટે લાઇનમાં જોડાઇ ગયા હતા. વૃધ્ધો, દિવ્યાંગો, યુવાનો, મહિલા મતદાતાઓ પણ સવારથી જ આ લોકશાહીના પર્વમાં જોડાઇને હોંશભેર મતદાન કર્યું હતું.

No comments