Translate

વલસાડ જિલ્લા ચૂંટણીતંત્ર સજજઃ મતદાન સ્ટાભફ રવાના

     કાલે યોજાશે દેશનો મહા તહેવાર મતદારો પોતાનો મતાધિકારનો બંધારણીય અધિકાર અદા કરશે ૧૬,૭૦,૮૬૧ મતદારો ૨૬-વલસાડ(અ.જ.જા) બેઠકના ૯ ઉમેદવારોનું ભાવિ નકકી કરશે ૨૦૫૭ મતદાન મથકો ઉપર યોજાશે મતદાન


લોકસભા સામાન્‍ય ચૂંટણી ૨૦૧૯ની ૨૬-વલસાડ(અ.જ.જા) બેઠક માટેની ચૂંટણીની પૂર્વ તૈયારી કરવામાં આવી છે.  વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી સી.આર.ખરસાણની રાહબરી હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ થઇ ૨૦૫૭ બૂથો ઉપર મતદાન સ્‍ટાફ રવાના થયો છે. આજે તા. ૨૩/૦૪/૨૦૧૯ ના દિને લોકશાહી દેશનો મહા તહેવાર યોજાશે. આ મહાતહેવારમાં સૌ મતદારો  પોતાનો મતાધિકારનો બંધારણીય અધિકાર અદા કરે તે જરૂરી છે.
        ૨૬- વલસાડ (અ.જ.જા) બેઠક માટે ૮૫૩૦૩૧ પુરૂષ, ૮૧૭૮૨૩  મહિલા અને  ૧૪ અન્‍ય મળી કુલ ૧૬૭૦૮૬૪ મતદારો  ઉમેદવારોનું ભાવિ નકકી કરશે.  ૨૦૫૭  મતદાન મથકો ઉપર ૧૦૮૨૦ પોલિંગ સ્‍ટાફ, ૨૬૦ ઝોનલ ઓફિસર, ૨૬૦ આસીસ્‍ટન્‍ટ ઝોનલ, ૨૬૦ રૂટ સુપરવાઇઝર અને ૧૨૮ માઇક્રો ઓબ્‍ઝર્વર તેમજ ૫૦૮૧ જેટલા પોલીસ જવાનો ફરજ બજાવશે.
        ૩૩  મહિલા મતદાન મથકો, ૬  દિવ્‍યાંગ મતદાન મથકો, ૧૨૮ મતદાન મથકો ઉપર  માઇક્રો ઓબ્‍ઝર્વર, ૧૧૨ મતદાન મથકો ઉપર વિડીયોગ્રાફી અને ૧૩૭ મતદાન મથકો ઉપર વેબકાસ્‍ટિંગ કરાશે. આ મતદાન પ્રક્રિયામાં ૨૫૦૯ -બેલેટ યુનિટ, ૨૫૦૪ કંટ્રોલ યુનિટ અને ૨૫૯૫ વીવીપેટનો ઉપયોગ કરાશે. પ્રત્‍યેક ઝોનલ અધિકારી પાસે જરૂરિયાત મુજબના વધારાના બેલેટ, સીયુ અને વીવીપેટ રહેશે, જે કોઇ જગ્‍યાએ ઇવીએમ ખોટકાય ત્‍યારે તેની બદલી કરવા માટે ઉપયોગમાં લેવાશે.
        આ  ચૂ઼ટણી ન્‍યાયી, નિષ્‍પક્ષ અને મુકત વાતાવરણમાં નિર્વિધ્‍ને યોજાય તે માટે જિલ્લા ચૂ઼ંટણી અધિકારી સી.આર.ખરસાણ, જનરલ ઓબ્‍ઝર્વર શ્રી યશપાલ ગર્ગ (આઇ.એ.એસ.), પોલીસ ઓબ્‍ઝર્વર શ્રી પવાર પ્રવિણ મધકર (આઇ.પી.એસ.) ખર્ચ ઓબ્‍ઝર્વર ડો.સોમાના સી. (આઇ.આર.એસ.) શ્રી બી.કે.મીના (આઇ.આર.એસ.)ના માર્ગદર્શન હેઠળ ચૂંટણી કામગીરી કરવામાં આવી  રહી  છે.

         દેશના મહાતહેવારમાં મતદાન સ્‍ટાફ મતદાન પ્રક્રિયામાં વપરાતી ૨૦૮ જેટલી સાધન સામગ્રી સાથે પોતાને ફાળવેલા બૂથો ઉપર રવાના થયા છે. 

No comments