૨૬-વલસાડ(અ.જ.જા) બેઠકના મતદાન માટે મતદાર સ્લીપનું વિતરણ
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ની ૨૬-વલસાડ(અ.જ.જા) બેઠક માટેની તા.૨૩/૦૪/૨૦૧૯ના રોજ થનાર ચૂંટણી માટે ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર વલસાડ બેઠકના મતદાર વિભાગોમાં સમાવિષ્ટ મતદારોને ફોટો મતદાર કાપલીનું વિતરણ બુથ લેવલ ઓફિસરો દ્વારા ઘરે-ઘર રૂબરૂમાં પહોંચાડવામાં આવી રહી છે. આ મતદાર કાપલીઓ સાથે મતદારો માટે માર્ગદર્શિકા દ્વારા મતદાન અંગેની વિસ્તૃત જાણકારી સાથે મતદાન મથકે જવા માટેનો નકશો તેમજ મતદારોએ મતદાન મથકે જતા સમયે રાખવાની કાળજીઓ તેમજ અન્ય સૂચનાઓ પણ પ્રદર્શિત કરીને મતદારોને અગત્યની માહિતી મતદાર કાપલીમાં આપવામાં આવી છે.

No comments