Translate

ચૂંટણીમાં ટીમવર્ક અને સંકલનથી કામ કરવા જણાવતા જનરલ જનરલ ઓબ્‍ઝર્વર શ્રી યશપાલ ગર્ગ


           લોકસભાની સામાન્‍ય ચૂંટણી-૨૦૧૯ ની ૨૬- વલસાડ (અ.જ.જા) બેઠકની  ન્‍યાયી, નિષ્‍પક્ષ અને મુકત વાતાવરણમાં નિર્વિઘ્‍ને યોજાય તે માટે માઇક્રો ઓબ્‍ઝર્વર- પ્રિસાઇડિંગ ઓફિસર અને ઝોનલ અધિકારીઓ ટીમવર્ક અને પરસ્‍પર સંકલનમાં રહીને કાર્ય કરવા જનરલ ઓબ્‍ઝર્વર શ્રી યશપાલ ગર્ગે  મોરારજી દેસાઇ હોલ ખાતે યોજાયેલી માઇક્રો ઓબ્‍ઝર્વરની તાલીમ દરમિયાન જણાવ્‍યું હતું.
જનરલ ઓબ્‍ઝર્વર શ્રી યશપાલ ગર્ગે જણાવ્‍યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ટીમ વર્ક જરૂરી છે, જેમાં માઇક્રો ઓબ્‍ઝર્વરની વિશેષ જવાબદારી હોય છે. ચૂંટણી દરમિયાન માઇક્રો ઓબ્‍ઝર્વરે ચૂંટણી પ્રક્રિયાનું સતત નિરીક્ષણ કરવાનું છે. આ નિરીક્ષણ દરમિયાન કોઇ ક્ષતિ ધ્‍યાને આવે તો તેનો રીપોર્ટ તાત્‍કાલિક ઉપલા અધિકારીને કરવો જોઇએ, જેથી સંબંધિત ક્ષતિને નિવારી ન્‍યાયી અને નિષ્‍પક્ષ ચૂંટણી યોજી શકાય. 
જિલ્લા ચૂ઼ંટણી અધિકારી સી.આર. ખરસાણે લોકશાહીના મહા ઉત્‍સવમાં ભાગીદાર બની પોતાની ફરજ નિષ્‍ઠાપૂર્વક અદા કરવા જણાવ્‍યું હતું.
આ વેળાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક બી.કે.વસાવા, માઇક્રો ઓબ્‍ઝર્વરના નોડલ અધિકારી ઠક્કર સહિત ચૂંટણી સ્‍ટાફ હાજર રહ્યા હતા.

No comments