Translate

નરીમન વરવાડેવાલા (સંજાણ) આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉલ્હાસ જીમખાના-A અતુલની ટીમ વિજેતા

 

દારા વરવાડેવાલા (સંજાણ) આયોજીત નરીમન વરવાડેવાલા મેમોરીયલ ક્રિકેટ ટૂર્નામેન્ટ સન ૧૯૬૨ થી આજદિન સુધી ચાલતી આવેલ આ ટૂર્નામેન્ટની માહિતિ આપતા ઉલ્હાસ જીમખાનાનાં જનરલ સેક્રેટરી શ્રી જે. ડી. પટેલે જણાવ્યું હતું કે જાન્યુઆરી ૨૦૨૫ થી એપ્રિલ ૨૦૨૫ સુધી ચાલેલ આ ટૂર્નામેન્ટમાં નવસારી (ગુજરાત) થી પાલગઢ (મહારાષ્ટ્ર) જિલ્લા સુધીની નામી ટીમોએ ભાગ લીધો હતો. તા.૨૩-૪-૨૦૨૫ નાં રોજ ફાયનલ મેચ ઉલ્હાસ  જીમખાના અતુલ – A ટીમ વિરુધ્ધ સાગર સ્પોર્ટ્સ ક્લબ (નારગોલ)ની ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં સાગર સ્પોર્ટ્સની ટીમે પ્રથમ બેટિંગ લેતા નિર્ધારિત ૩૫ ઓવરમાં ૧૦૩ રન બનાવ્યા હતા. તેનાં જવાબમાં ઉલ્હાસ જિમખાના- A ની ટીમે ૧૦૪ રન બનાવી વિજય હાંસલ કર્યો હતો. મેન ઓફ ધી મેચ, બેસ્ટ ફીલ્ડર તથા બેસ્ટ વિકેટ કિપિંગ તરીકેનાં ઈનામો ઉલ્હાસ જિમખાના- A  ટીમનાં ખેલાડીશ્રીઓ અનુક્રમે યશ પટેલ,હાર્દિક મિસ્ત્રી,અર્શ પટેલને ફાળે ગયા હતા.માત્ર બેસ્ટ બોલર તરીકેનું ઈનામ સાગર સ્પોર્ટ્સ ક્લબ (નારગોલ) નાં ખેલાડીશ્રી ભાવેશ ડી. પટેલનાં ફાળે ગયુ હતું. આ ટૂર્નામેન્ટમાં નિર્ધારિત ૪૦ ઓવરમાં સૌથી વધુ રન કરનાર ટીમ તરીકેનું ઈનામ સંજય ફાર્મ (ચીખલી) ને ફાળે ગયું હતું. (૩૪૧/૯ વિકેટ). આ ટૂર્નામેન્ટમાં અમ્પાયર તરીકેની ભૂમિકા જાબક્ષ સુખેશવાલા અને કિરણ સોલંકીએ નિભાવી હતી.

         અંતમાં ઈનામવિતરણનાં કાર્યક્રમમાં હાજર રહેલ જીસીએ કોચ તથા વલસાડ જિલ્લા U-19 સીલેક્ટર શ્રી હેમંત પાંચાલ જેઓ ગેસ્ટ તેમજ ઉલ્હાસ જીમખાનાની ટીમમાં પણ ૬૫ વર્ષે રમ્યા હતા. સાથે ઉપસ્થિત મહાનુભાવો શ્રી આસીફ પ્રાણીયા,બિપિન પટેલ,અશ્વિન પટેલ,ઉલ્હાસ જીમખાના ક્રિકેટ સેક્રેટરી હોમિયાર કાસદ,જનરલ સેક્રેટરી શ્રી જે.ડી. પટેલ,આયોજક શ્રી દારા વરવાડેવાલાનાં શુભ હસ્તે વિજેતા।ઉપવિજેતા ટીમો તથા બન્ને ટીમનાં ખેલાડીશ્રીઓને ટ્રોફી તેમજ મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું હતું.

No comments