ઉમરગાંવ ખાતે ગંગાદેવી મંદિર ઉત્સવ દરમિયાન ઈસ્માઈલી સ્વયંસેવકોએ લગભગ 20,000 લિટર સ્વાદવાળા સ્વચ્છ પાણીનું વિતરણ કર્યું।
જ્યારે ઈસ્માઈલી સિવિકે ગંગાદેવી મંદિર ઉત્સવના આયોજકો સાથે સહયોગ કરીને લગભગ 80,000 ભકતોને સ્વચ્છ, સ્વાદયુક્ત પાણી પીરસ્યું ત્યારે કરુણા અને એકતાની ભાવના દૃશ્યમાન થઈ. વધતાં તાપમાનને કારણે ઈસ્માઈલી સ્વયંસેવકોના જુથના 15થી વધુ સભ્યોએ ઉત્સવની મુલાકાત લેનારા ભક્તોને 20,000 લિટર પાણી પીરસવા માટે પોતાને સમર્પિત કર્યા.
આ કાર્યક્રમમાં સમાન પ્રવૃત્તિઓ કરવા માટે ઉત્સવના આયોજકો સાથે ભાગીદારી સૌ પ્રથમ 1991માં શરૂ થઈ હતી અને ત્યારથી, છેલ્લા 34 વર્ષથી, ઈસ્માઈલી સમુદાયના સ્વયંસેવકોની ટીમ આ પ્રવૃત્તિમાં સહયોગ કરી રહી છે.
ઈસ્માઈલી સિવિક:
ઈસ્માઈલી સિવિક એક વૈશ્વિક કાર્યક્રમ છે જેના વિશ્વભરના શિયા ઈસ્માઈલી મુસ્લિમ સમુદાયે માનવતાની સેવા કરવાની સદીઓ જૂની પરંપરામાં એકતા સાધી છે, જેમાં તેઓ જે સમુદાયોમાં રહે છે તેમના જીવનની ગુણવત્તા સુધારવા માટે, પછી ભલે તેઓ કોઈપણ ધર્મ, જાતિ કે પૃષ્ઠભૂમિ ધરાવતા હોય, તેઓના માટે સ્વૈચ્છિક સેવા આપે છે.
ઇસ્માઈલી સિવિક હાલમાં 36 દેશોમાં સક્રિય છે, અને તેણે લાખો સ્વયંસેવકોને જોયા છે અને વિશ્વભરમાં લાખો લોકો પર સકારાત્મક અસર કરી છે. 900થી વધુ ભાગીદાર સંગઠનો સાથે ઈસ્માઈલી સિવિકના સ્વયંસેવકોએ સામૂહિક રીતે 5,00,000થી વધુ કલાકો અર્થપૂર્ણ સેવા માટે સમર્પિત કર્યા છે. આ પ્રયાસોના પરિણામે 30 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે, દરિયાકિનારા અને અને શહેરી વિસ્તારોમાંથી 1,67,000 કિલોગ્રામ કચરો દૂર કરવામાં આવ્યો છે અને જીવનરક્ષક રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ વિશ્વભરમાં વસતા આ સમુદાયના સ્વયંસેવકોને પર્યાવરણીય સંરક્ષણ, આરોગ્ય અને સુખાકારી કાર્યક્રમો. આપત્તિ રાહત. ગરીબી નિવારણ અને શૈક્ષણિક પહેલ સહિત સમાજને લાભદાયી સેવાની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રેરે છે. સંસ્થાઓ, સ્થાનિક સરકારી વિભાગો, અને અન્ય જૂથો સાથે બહગીદારી કરીને ઈસ્માઈલી સિવિક સમુદાયના કરુણા, સંભાળ અને જવાબદારીના મૂલ્યોને પ્રતિબિંબિત કરતી સકારાત્મક, કાયમી અસરો બનવાનો ઉદ્દેશ ધરાવે છે।
ઈસ્માઈલી મુસ્લિમો દુનિયાભરના 35થી વધુ દેશોમાં રહેતો સાંસ્ક્રુતિક રીતે વિવિધતા ધરાવતો સમુદાય છે. આ સમુદાય શિયા મૂલ્યોની 1,400 વર્ષની પરંપરાનું કરે છે જે સ્વ અને સમાજના ભલા માટે જ્ઞાનની શોધ પ્રત્યે પ્રતિબદ્ધતા દ્વારા વ્યક્ત થાય છે, શાંતિ અને સમજણના પૂલ બનાવીને બહુમતવાદને અપનાવે છે, અને સમુદાય અને તેઓ જેમની વચ્ચે રહે છે. તેમના જીવનની ગુણવત્તા સુધારવા માટે ઉદારતાથી પોતાના સમય, પ્રતિભા અને ભૌતિક સંસાધનોની વહેંચણી કરે છે।
હિઝ હાઈનેસ પ્રિન્સ રહિમ આગા ખાન પાંચ શિયા ઈસ્માઈલી મુસ્લિમોના 50માં વારસાગત ઈમામ (આધ્યાત્મિક નેતા) છે. તેમની વારસાગત જવાબદારીઓના સંદર્ભમાં આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN)ના કાર્ય દ્વારા વિશ્વભરના દેશોની વિકાસ પ્રવૃત્તિઓમાં હિઝ હાઈનેસ રોકાયેલા છે.
ફેબ્રુઆરી 2025માં હિઝ હાઈનેસ પ્રિન્સ રહિમ આગા ખાન તેમના પિતા હિઝ મહૂમ હાઈનેસ પ્રિન્સ કરીમ આગા ખાન ચારના સ્થાને શિયા ઈસ્માઈલી મુસ્લિમોના ઈમામ બન્યા. ઈસ્માઈલી ઈમામો ઇસ્લામના વિચાર, આધ્યાત્મિક વિશ્વાસ તરીકેના દૃષ્ટિકોણ પર ભાર મૂકે છે: એક એવો વિચાર જે કરુણા, સર્વસમાવેશ અને સહિષ્ણુતા શીખવે છે અને જે માનવ ગૌરવને જાળવી રાખે છે.
ઘી આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક
AKDN એ આંતરરાષ્ટ્રીય, બિનસાંપ્રદાયિક એજન્સીઓનું એક જુથ છે જે વિકાસશીલ વિશ્વના ચોક્કસ પ્રદેશોમાં, મુખ્યત્વે એશિયા અને આફ્રિકામાં, લોકો માટે રહેવાની પરિસ્થિતીઓ અને તકો સુધારવા માટે કાર્ય કરે છે.
નેટવર્કની સંસ્થાઓ બહુપક્ષીય વિકાસ અભિગમ અપનાવે છે જેનો ઉદ્દેશ સમુદાયો અને વ્યક્તિઓને આત્મનિર્ભર બનવામાં મદદ કરે છે. તેઓ જાહેર અને ખાનગી સંસ્થાઓ સાથે ગાઢ ભાગીદારીમાં કામ કરે છે, જેમાં સરકારો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, કંપનીઓ ફાઉન્ડેશનો અને યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે।
No comments