પારડી સીએચસીમાં ટીબીના દર્દીઓ માટે રૂ. ૯ લાખનું સ્વદેશી ટ્રુ નાટ મશીનનું લોકાર્પણ કરાયું
દર્દીના ગળફામાંથી આ મશીન ટીબીના માઈકો બેકટેરીયાને ઝડપથી શોધી કાઢશે
આ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારી ડો. હરજીતપાલ સિંઘે જણાવ્યું કે, આ Tru naat મશીન ટીબી મુક્ત ભારતના લક્ષ્યને હાંસિલ કરવા માટે વલસાડ જિલ્લાને ખૂબ જ મદદરૂપ થશે. આ મશીન દર્દીના ગળફામાંથી ટીબીના માઈકો બેકટેરીયાને ઝડપથી શોધી કાઢશે. જેથી દર્દીની ત્વરિત સારવાર કરી સ્વસ્થ કરવામાં સરળતા પડશે.
લોકાર્પણ કાર્યક્રમમાં પારડી સીએચસીના અધિક્ષક ડો.સરિતા હાંડા, અવંતી ફાઉન્ડેશનના ડીજીએમ અજય શર્મા, એજીએમ અનુજ ત્યાગી અને આર.વી.રાજુ, મેનેજર એકાઉન્ટન્ટ રવિન્દ્રનાથ, લોજીસ્ટીક મેનેજર સુનિલસિંઘ, પારડી તાલુકા હેલ્થ ઓફિસર ડો.પ્રકાશ રાઠોડ અને જિલ્લા ક્ષય કેન્દ્રના સ્ટાફ અને સીએચસી પારડીનો સ્ટાફ હાજર રહ્યો હતો.



No comments