વલસાડ એસટી વિભાગ દ્વારા મુસાફરોની માંગ મુજબ વિવિધ રૂટ પર બસ સેવા શરૂ કરાશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની માંગણીને ધ્યાનમાં રાખી જુદા જુદા રૂટની બસ સર્વિસ શરૂ કરાનાર છે. હાલમાં વલસાડથી ધરમપુર વચ્ચે કુલ ૧૪૯ ટ્રીપોનું સંચાલન કરવામાં આવે છે તેમાંથી ૩૨ ટ્રીપ નોન સ્ટોપ (મર્યાદિત ૩ સ્ટોપ સહિત) સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે.
કપરાડાથી વાપીની દિવસ દરમિયાન ૧૪ ટ્રીપો, વાપીથી ઘાણવેરી નાઈટ સર્વિસ, વલસાડથી વડનગર જતી આવતી ટ્રેન કનેકશનની સર્વિસ, બીલીમોરાથી જોગવાડ વાયા રાનકુવા, નવસારીથી સવારે રૂમલા-અગાસી, અતુલ વિદ્યાલય, વિવેકાનંદ સ્કૂલ, સરઈ-ભીલાડ, કાંગવાઈ-ભોર્યા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સ્કૂલના સમયે બસ સર્વિસોનું ક્રમશ સંચાલન આગમી ૨ થી ૩ દિવસમાં અમલમાં મુકવામાં આવનાર છે એવુ વલસાડ વિભાગીય નિયામક એન.એન.પટેલે અખબારી યાદીમાં જણાવ્યું છે.

No comments