વલસાડ જિલ્લા શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા સૂચના
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- 2022 ભારતના ચૂંટણીપંચ, નવી દિલ્હી દ્વારા બે તબકકામાં અનુક્રમે તા.1/12/2022 ગુરૂવાર અને તા.05/12/2022 સોમવારના રોજ યોજાનાર છે. જે અંતર્ગત તા.01/12/2022ના રોજ વલસાડ જિલ્લામાં મતદાન યોજાનાર છે. ત્યારે જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ, 2019 હેઠળ નોંધાયેલી સંસ્થાઓના શ્રમયોગીઓ કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા મંજૂર કરવાની રહેશે. કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહી. આ જોગવાઈ અનુસાર રોજમદાર/ કેજયુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હકકદાર રહેશે. જે કોઈ માલિક જોગવાઈ વિરૂધ્ધનું વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર રહેશે.

No comments