વલસાડ જિલ્લામાં 1794 પોલીસ જવાનોના પોસ્ટલ બેલેટ મતદાનનો પ્રારંભ
વલસાડ જિલ્લામાં 1794 પોલીસ જવાનોના પોસ્ટલ બેલેટ મતદાનનો પ્રારંભ
જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ મતદાન મથકની મુલાકાત કરી
પ્રથમ દિવસે શુક્રવારે વલસાડ અને કપરાડા મત વિસ્તારમાં મતદાન થયુ જ્યારે બીજા દિવસે શનિવારે ધરમપુર, પારડી અને ઉમરગામ વિધાનસભા મત વિસ્તારમાં મતદાન થશે
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022માં વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર યુધ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ફરજ બજાવનાર પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળના જવાનો પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી-વ- જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તા. 25 અને 26 નવેમ્બર બે દિવસ માટે જિલ્લાની પાંચ બેઠક પર નોંધાયેલા કુલ 1794 પોલીસ જવાનોના મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મોગરાવાડી પોલીસ હેડ કવાર્ટર ખાતેના બુથ સેન્ટરની જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ મુલાકાત લીધી હતી. આ સમયે ટાઉન પ્લાનર અને બેલેટ પેપર નોડલ પ્રશાંત સોની, પાલિકા ચીફ ઓફિસર સંજય સોની, તાલુકા વિકાસ અધિકારી રાહુલ પટેલ, સિટી મામલતદાર કલ્પના ચૌધરી, પોલીસ હેડ કર્વાટરના પીઆઈ એ.વી.મકવાણા, માઈક્રો ઓબ્ઝર્વર વિપુલ પટેલ અને એટીડીઓ ફિરોજખાન પઠાણ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત વલસાડ જિલ્લામાં મતદાનની ટકાવારી વધે અને વધુમાં વધુ મતદારો મતદાન કરવા માટે પ્રેરાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શ્રેણીબદ્ધ રીતે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. દરમિયાન જિલ્લાના પોલીસ કર્મચારીઓ તા. 1 ડિસેમ્બરે મતદાનના દિવસે બંદોબસ્તમાં હોવાથી મતદાન કરી શકે તેમ ન હોય ચૂંટણી તંત્ર દ્વારા તા.25 અને 26 નવેમ્બરના રોજ પોસ્ટલ બેલેટથી મતદાનની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રથમ દિવસે વલસાડ અને ઉમરગામ વિધાનસભા મત વિસ્તારના પોલીસ જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 179- વલસાડ વિધાનસભા મત વિસ્તારમાં નોંધાયેલા 534 અને 181- કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં નોંધાયેલા 293 પોલીસ, હોમગાર્ડ, જીઆરડી અને એસઆરડીના જવાનોના મતદાનનો પ્રારંભ થયો હતો. વલસાડમાં મોગરાવાડી પોલીસ હેડ કવાર્ટરના કોમ્યુનિટી હોલમાં અને કપરાડામાં મામલતદાર કચેરીના મીટિંગ હોલમાં સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી મતદાન થયું હતું.
તા. 26 નવેમ્બરના રોજ સવારે 10-30 થી બપોરે 3-30 સુધી 178- ધરમપુર મત વિસ્તારના 414 પોલીસ જવાનો ધરમપુર મામલતદાર કચેરીના સભાખંડમાં, 180- પારડી વિધાનસભા મત વિસ્તારના 294 જવાનો પારડી મામલતદાર કચેરીના સભાખંડમાં સવારે 9 થી બપોરે 3 સુધી અને 182- ઉમરગામ વિધાનસભા મત વિસ્તારના 259 જવાનો સવારે 9 થી બપોરે 3 સુધી ઉમરગામ તાલુકા પંચાયતની કચેરીના સભાખંડમાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી
.jpeg)
.jpeg)


No comments