Translate

રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરસાડી ખાતે રૂ. ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ૧૨૬ મીટર લાંબા પેડેસ્ટલ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું




અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પરના બ્રિજ જેવી પેર્ટનથી આ બ્રિજ તૈયાર થશે

 આ બ્રીજ બનવાથી ઉમરસાડીનો પર્યટન સ્થળ તરીકે વિકાસ થશે



       વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડના સુંદર દરિયાકિનારાના વિકાસ માટે રૂ. ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનારા પેડેસ્ટલ બ્રિજનું રાજ્યના નાણાં, ઊર્જા અને પ્રેટોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યુ હતું.



   તાજેતરમાં જ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ અમદાવાદની જનતા માટે સાબરમતી નદી પર લોકાર્પણ કરાયેલા અટલ બ્રીજની પેર્ટન પર જ ઉમરસાડી દેસાઈવાડ ગામની ખાડી પર રૂપિયા ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર આ બ્રિજ ખાડીથી ૨૬ ફૂટ ઊચાઈએ બનશે. જેથી દરિયાની ભરતીના પાણી નડશે નહિ. જેના પર ૫.૫૦ મીટર પહોળા અને ૧૨૬ મીટર લંબાઈનો પેડેસ્ટલ બનશે. ઉમરસાડી ખાતે બીચનો વિકાસ થતા આ ગામ પર્યટન સ્થળ  બનશે અને ગામના લોકોને રોજગારી મળશે એમ મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું.આ પ્રોજેક્ટનું ગામના અગ્રણી ભરતભાઈનું સ્વપ્ન હતું અને માટે ભરતભાઈ છેલ્લા ચાર પાંચ વર્ષથી પ્રયત્ન કરતા હતા અને જેના ફોલોઅપમાં ગામના જ અને પારડી તાલુકાના સંગઠન પ્રમુખ મહેશભાઈના કારણે જ ભરતભાઈ આજે સ્વપ્નું સાકાર થઇ રહ્યું છે એમ મંત્રીશ્રીએ જણાવી સર્વેને ગામના વિકાસમાં સહકાર આપવા જણાવ્યું હતું.


    આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી દિવ્યાબેનપટેલ, ગામના સંરપંચ રાજુભાઇ તથા ગ્રામજનો હાજર રહ્યાં હતાં.

No comments