Translate

વલસાડ કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

 

વલસાડ કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી ક્ષિપ્રા એસ. આગ્રેના હસ્તે જિલ્લા વિકાસ આધિકારીશ્રી મનીષ ગુરવાની અને નિવાસી અધિક કલેક્ટરશ્રી અનસુયા ઝાની ઉપસ્થિતીમાં કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સેન્ટરમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત વલસાડ જિલ્લામાં થયેલ કામગીરીનું વિવિધ સેકટર જેવા કે, આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી, કૌશલ્ય વિકાસ, આંતરમાળખાકીય સવલતોના જરૂરી નિર્દેશકો થકી થયેલી પ્રગતિની ડેટા એન્ટ્રી, મોનિટરીંગ અને સમીક્ષાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત કંટ્રોલ અને કમાન્ડ સેન્ટર ખાતે વલસાડ જિલ્લાની વિવિધ યોજનાકીય તેમજ વહીવટી માહિતીની ડેટા એન્ટ્રી કરી ડેટા તૈયાર કરવામાં આવશે. આ સેન્ટર દ્વારા જિલ્લા વહીવટી તંત્રને નિર્ણયો લેવામાં સરળતા રહેશે.



No comments