જામિયા અતુંન્નુર લિલબનાત ધરમપુર ( છોકરી ઓ ના મદ્રેસા) માં હિન્દુ મુસ્લિમ ભાઈ ચારો અને દેશ ની પ્રગતી ના હેતુ થી પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું
જામિયા અતુંન્નુર લિલબનાત ધરમપુર ( છોકરી ઓ ના મદ્રેસા) માં હિન્દુ મુસ્લિમ ભાઈ ચારો અને દેશ ની પ્રગતી ના હેતુ થી પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થિનીઓ એ દેશ ભક્તિ ના ગીત ગાયા. સારે જહાં સે અચછા હિંદુસ્તા હમારા. વતન વતન મેરે આબાદ રહે તું. અને વિદ્યાર્થિનીઓ એ બીજા પણ દેશ ભક્તિ ના ગીત ગાયા હતા
મોલના અબ્દુલ અઝીઝએ પ્રવચન આપ્યું . કોરોના કાડ માં જે રીતે હિન્દુ મુસ્લિમ એકતાના દૃશ્યો જોવામાં આવ્યા. બ્લડ ડોનેશન માં પણ કોઈ પણ જાત ના ભેદભાવ વિના બ્લડ ની જરૂરિયાત પૂરી કરવામાં આવે છે.તેવી જ રીતે હંમેશા આપણે એક ઘરના રહીશો છે એમ મળી ને જિંદગી ગુજારવી જોયયે. ઘર માં ભાઈ બહેનો માં મતભેદ હોય છે તે છતાં પણ એક જ ઘરમાં રહે છે.તેવી જ રીતે ભારત માં અનેક ધર્મ ના લોકો છે.દરેક ની માન્યતાઓ જુદી જુદી હોય છે. પરંતુ હમો સવ ભારત વાસીઓ એ એક બીજા ને માન સન્માન આપી જીવન ગુજારવાનું છે.જેથી હંમેશા દેશમાં સુખ શાન્તિ સમૃદ્ધિ રહે. શયતાન હમેશા ગેર માર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. પરંતુ હમો એ પયગંબર સાહેબ અને નેક લોકો માર્ગદર્શન રસ્તા પર ચાલવાનું છે.અને વિનાશકારી કર્યો થી દુર રેહવાનું છે.
પ્રોગ્રામ ના અંત માં ભાગ લેનારી વિદ્યાર્થીનીઓ માં ઈનામ વિતરણ કરવા માં આવ્યું. પ્રિસિપલ કારી ઝુબેર, હાફિઝ આરીફ અને મોલાના તલ્હા સાહેબએ ઉપસ્થિત રહી પ્રોગ્રામ ને સાકાર કર્યો.


.jpeg)
No comments