ગુજરાત તેમ જ વલસાડમાં પ્રથમવાર વલસાડ બીચ મેરેથોન
ગુજરાત તેમ જ વલસાડમાં પ્રથમવાર વલસાડ બીચ મેરેથોન, ૨૬-૦૬-૨૦૨૨ નાં રોજ તીથલ બીચ પર થઈ રહી છે, વલસાડ બીચ મેરેથોન નું આયોજન – સન્ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા થઈ રહ્યું છે, સન્ડે સ્પોર્ટ્સ ક્લબ છેલ્લા ૬ વર્ષથી કાર્યરત છે , સન્ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા સાઈકલ / રનિગ / હાયકિંગ / તેમજ સ્વિમિંગ ની સ્વાસ્થ્ય માટે પ્રવૃત્તિ ઓ કરતી આવી રહી છે, સન્ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા કોરોના સમય દરમિયાન ૧૫૦ થી વધુ લોકોને સ્વાસ્થ્ય એક્ટીવીટી માટે જાગ્રત કરી એમની સાથે જોડ્યા છે, વલસાડ બીચ મેરેથોન માં નાના બાળકો, લઈ દરેક ઉંમરનાં લોકો પણ ભાગ લઈ રહ્યાં છે, વલસાડ બીચ મેરેથોન જે રેતી માં દોડવાની રહેશે , જેમાં ૩ / ૫/ ૧૦/ ૨૧.૧ કિલોમીટર ની સ્પર્ધા રાખવામાં આવી છે, જેમાં ભારત ભરમાંથી દોડવીરો આવી રહ્યાં છે.
વલસાડ બીચ મેરેથોનમાં ટી -શર્ટ/ મેડલ / કેપ / ટાઈમિંગ ચીપ/ હાયદ્રેસ્ન તેમજ નાસ્તો પણ દરેક ભાગલેનાર ને આપવામાં આવશે, વલસાડની મહિલા રનર શ્રીમતિ સીમા દેસાઈ નાં નેતૃત્વમાં મહિલાઓ વલસાડ બીચ મેરેથોન દ્વારા વલસાડ વાસીઓને સંદેશ આપશે કે સ્વસ્થ રહો મસ્ત રહો, આ સાથે ગુજરાતનાં પ્રથમ મહિલા શ્રીમતી. ખ્યાતિ પટેલ કે જેમણે ૨૨૦ કિલોમીટર ની અલ્ટ્રા મેરેથોન ૪૮ કલાકમાં પૂર્ણ કરી છે જેઓ વલસાડ બીચ મેરેથોનનાં બ્રાંડ એમ્બેસેડર બની વલસાડ બીચ મેરેથોન દ્વારા વલસાડનાં લોકોને દોડવાથી સ્વાસ્થ્ય સારું રહે છે નો મેસેજ આપશે , વલસાડ નાં કલેકટર શ્રી, વલસાડ વનવિભાગ , વલસાડ પોલીસ વિભાગ સન્ડે સ્પોર્ટ્સ ક્લબનાં વલસાડ બીચ મેરેથોનનાં કાર્યક્રમ થકી વલસાડ તીથલ બીચ તેમજ વલસાડ શહેર ભારત ભરમાં વધુ નામના ઉમેરી રહ્યું છે તેનો સર્વે વલસાડ વાસીઓ આનંદ ની લાગણી અનુભવી રહ્યાં છે, સન્ડે સ્પોર્ટ્સ ક્લબનાં વલસાડ બીચ મેરેથોન નાં ટાઈટલ સ્પોન્સર વલસાડ શહેરની સોફ્ટવરે કંપની 1RIVET નાં સાથ સહકાર સાથે આયોજન થઈ રહ્યું છે, સન્ડે સ્પોર્ટ્સ ક્લબનાં શ્રી નરેશભાઈ નાયક/ ધર્મેશ ગાંધી એમની ટીમ સાથે વલસાડનાં દરેક નાગરિકને વલસાડ બીચ મેરેથોનમાં જોડાવા આમંત્રણ આપી રહ્યાં છે.

.jpeg)
.jpeg)
No comments