Translate

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વલસાડ દ્વારા વિદ્યાર્થીઓને ગણવેશ પુસ્તકો, સ્ટેશનરી ચોક્કસ દુકાનેથી કે શાળામાંથી ખરીદવા અંગે દબાણ કરતી શાળાઓ સામે દંડનીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવા અંગેની તાકીદ

 આ અંગે કોઈપણ રજૂઆત/ફરિયાદ હોય તો કચેરીના ફોન નં.-(૦૨૬૩૨)૨૫૩૨૧૦ અથવા ઈ-મેઈલ- dpeovalsad@gmail.com  ઉપર કરી શકાશે



    RTE Act-2009 અન્વયે ગુજરાત RTE રૂલ્સ-૨૦૧૨ સમગ્ર રાજ્યમાં અમલમાં છે રાજ્યમાં આવેલી બિન અનુદાનિત ખાનગી ખાનગી પ્રાથમિક શાળાઓની વ્યવસ્થાપન નીતિ નક્કી કરવા બાબતે શિક્ષણ વિભાગ દ્વારા તા.૨૭/૦૯/૨૦૧૧ નાં ઠરાવથી આવી શાળાઓએ વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના પુસ્તકો, સાહિત્ય, ગણવેશ કે બુટ પોતાની સંસ્થા પાસેથી કોઈ ચોક્ક્સ સંસ્થા કે એજન્સી પાસેથી કે ચોક્ક્સ માર્કા કે કંપનીનો ખરીદવા માટે આગ્રહ રાખી શકાશે નહીં કે ફરજ પાડી શકાશે નહીં. તદઉપરાંત આ મુજબની અનિયમિતતા આચરતી શાળાઓ સામે શિક્ષણ વિભાગના તા.૦૨/૧૨/૨૦૧૪ નાં ઠરાવના ક્રમ ૬ તથા પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ગાંધીનગરના તા.૧૦/૦૬/૨૦૨૨ નાં પત્ર અન્વયે દંડ કરવાની જોગવાઈનો અમલ કરવાની સૂચના છે. ઉક્ત ઠરાવની જોગવાઈ મુજબ અમુક ચોક્કસ દુકાનેથી કે શાળામાંથી ગણવેશ,નાસ્તો,પુસ્તકો અને સ્ટેશનરી ખરીદવા જે કોઈ શાળા દ્વારા કોઈ વિદ્યાર્થીને આ મુજબની ફરજ પાડવામાં આવે કે દબાણ કરવામાં આવે તો RTE Act-2009 ની કલમ-૧૭ અન્વયે પ્રથમ પ્રસંગે રૂ.૧૦,૦૦૦/- અને તે પછીના દરેક અનિયમિતતા દીઠ/પ્રસંગ દીઠ રૂ.૨૫,૦૦૦/- દંડ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. જો સંબંધિત શાળા દ્વારા દંડ ભરવામાં ન આવે તેમજ વારંવાર અનિમિતતાઓ આચરવામાં આવે તેવા સંજોગોમાં અંતિમ પગલા તરીકે શાળા આ પ્રકારે નિર્દેશ કરેલ અનિયમિતતાઓ સતત પાંચ વખત આચરે તેવા સંજોગોમાં શાળા/સંસ્થાની માન્યતા રદ કરવાની કાર્યવાહી હાથ ધરવાની રહેશે તેમ પણ જણાવાયું છે. વલસાડ જિલ્લાની તમામ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓને આ પરિપત્રના ચુસ્ત અમલ અંગેની અને દરેક ખાનગી શાળાઓએ તેઓ પોતાની શાળાના “વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની ચીજવસ્તુ શાળામાંથી કે ચોક્કસ દુકાનેથી ખરીદવાનો આગ્રહ રાખતા નથી કે દબાણ કરતા નથી” આવી જાહેરાતની નકલ શાળાના નોટીસબોર્ડ પર/સોશિયલ મિડિયા પર મુકી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. આમ, ફરીવાર વલસાડ જિલ્લાની તમામ બિન અનુદાનિત ખાનગી પ્રા.શાળાઓને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવે છે, અન્યથા નિયમ મુજબની દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની નોંધ લેવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી જિલ્લા પંચાયત વલસાડ દ્વારા જણાવાયું છે. 

  આ અંગે કોઈપણ રજૂઆત/ફરિયાદ હોય તો કચેરીના ફોન નં.-(૦૨૬૩૨)૨૫૩૨૧૦ અથવા ઈ-મેઈલ- dpeovalsad@gmail.com  ઉપર કરી શકાશે. 

No comments