Translate

વલસાડના બગવાડા ટોલનાકા પાસે ઓઈલ ટેન્કર લીકેજ થતા રસ્તા પર ઓઈલ ઢોળાયું


 વલસાડના બગવાડા ટોલનાકા પાસે નેશનલ હાઇવે મુંબઇ તરફ જતી એક ટેન્કર ઓઇલ ભરી મુંબઈ તરફ જઈ રહ્યો હતો જે દરમ્યાન ટેન્કર પાછળ લીકેજ થતા ઓઇલ નેશનલ હાઈવે ઉપર ઢોળાઈ રહ્યું હતું. મુંબઈ તરફ જતા અન્ય વાહન ચાલકોએ ઘટનાની જાણ ટેન્કર ચાલકને કરતા ટેન્કર ચાલક બગવાડા ટોલનાકા પાસે નેશનલ હાઈવે ઉપર ઓઇલ ઢોળાતું ટેન્કર મૂકી ભાગી છૂટ્યો હતો. વાહન ચાલકોએ ઓઇલ રસ્તા ઉપર ઢોળાઈ રહ્યું હોવાની જાણ તાત્કાલિક પરડી પોલીસને કરી હતી. પારડી પોલીસને ઘટનાની જાણ થતા પારડી પોલીસની ટીમને કરતા પારડી પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટેન્કરને હાઇવે ઉપર ઢોળાઈ રહેલા ટેન્કર ને લઈને વાહન ચાલકો અસરગ્રસ્ત ન થાય તેની તકેદારી રાખવામાં આવી હતી.

No comments