વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને વધતું અટકાવવા સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા જિલ્લા વહીવટી તંત્રની જાહેર જનતાને અપીલ
હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાઇરસની ત્રીજી શહેર તથા કોરોનાનાં નવા વેરીયન્ટ ઓમિકોનનાં કેસો સાથે કોરોના વાઇરસ ફેલાવાની ઝડપ વધી છે. જેનાથી બચવા માટેના પ્રયત્નો અને અટકાયતી પગલાં માટેની કામગીરી જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ, વલસાડ દ્વારા પુરજોશમાં ચાલી રહી છે.
કોરોના વધતું સંક્રમણ રોકવા માટે માસ્ક યોગ્ય રીતે પહેરવા, સામાજીક અંતર જાળવવા તેમજ મોટી સંખ્યામાં અવર-જવર કરતા હોય કે માનવ મેદની ભેગી થતી હોય એવા સ્થળોએ ન જવા ઉપરાંત સરકારની તમામ માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવા વલસાડ જિલ્લાની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. વધુમાં આપની આસપાસમાં વિદેશથી આવનાર વ્યક્તઓની જાણકારી મળે અથવા તો આસપાસમાં સામાન્ય તાવ, શરદી ખાંસી વિગેરે લક્ષણ ધરાવતા વ્યક્તિ જાણવા મળે અથવા કોવિડ પોઝીટીવ કોરાના સંપર્કમાં આવ્યા હોય, તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમના ફોન નં. ૦૨૬૩૨-૨૫૩૩૮૧ તેમજ ૧૦૪ નંબર ઉપર જાણકારી આપવા અનુરોધ કરાયો છે.
સામાન્ય તાવ, શરદી-ખાંસી વિગેરે લક્ષણ ધરાવતા વ્યક્તઓના આર.ટી.પી.સી.આર. કે રેપીડ ટેસ્ટિંગ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અથવા સિવિલ હોસ્પિટલ ઉપર કરાવવાનું રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કોવિડ-૧૯ માગદર્શિકાનું ચુસ્તપણે અમલ ના કરીશું તો આપણે અત્યાર સુધી રાખેલી સતર્કતા અને કોરોના નિયંત્રણ માટે કરેલા પ્રયાસો નકામા બની જશે. કોરોના હજી આપણી વચ્ચે આરાપાસમાં જ છે. આપણી નાનકડી બેદરકારી આવનારા દિવસોમાં અનેક લોકોને મુશ્કેલીમાં મુકી શકે છે. એટલે જ કોરોનાથી ડરો નહીં, રસી લો, સાવચેતી રાખો એ જ આજના સમયની માંગ છે, એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ દ્વારા જણાવાયું છે.
We have to be extremely careful !!
ReplyDelete