વલસાડ જિલ્લામાં બીજા દિવસે ૧૫,૯૬૩ વિદ્યાર્થીઓનું કોવિડ વેક્સીનેશન કરાયું
સમગ્ર રાષ્ટ્રમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોના ધરાયેલા વેક્સીનેશન અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, કોલેજ, આઈ.ટી.આઈ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં બીજા દિવસે ૧૭૮ શૈક્ષણિક સંસ્થાઓમાં રસીકરણ કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેમાં આજે તા.૪/૧/૨૨ના રોજ ૧૫,૯૬૩ વિદ્યાર્થીઓનું વેક્સીનેશન કરાયું હતું. જેમાં વલસાડ તાલુકાની ૪૬ શાળાઓના ૫૧૪૪, પારડી તાલુકાની ૨૨ શાળાઓના ૧૮૨૦, વાપી તાલુકાની ૨૨ શાળાઓના ૨૮૨૮, ઉમરગામ તાલુકાની ૧૯ શાળાઓના ૩૧૦૪, ધરમપુર તાલુકાની ૩૩ શાળાઓના ૧૮૨૩ અને કપરાડા તાલુકાની ૩૬ શાળાઓના ૧૨૪૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૮ વર્ષથી ઉપરની વયના અંદાજે ૪૩૧૭ લાભાર્થીઓએ રસીકરણનો લાભ લીધો હતો.
આ કામગીરીમાં પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારી/ કર્મચારીઓ, શિક્ષણ વિભાગ, આઇ.સી.ડી.એસ. વિભાગના કર્મીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, ખાનગી હોસ્પિટલ વગેરનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો.
કોરોના મુક્ત શાળા અને કોરોના મુક્ત રાષ્ટ્ર બનાવવામાં આપણે સૌ સહભાગી બનીએ અને સરકારને વેક્સીનેશનમાં સહકાર આપીએ એવી અપેક્ષા સાથે રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું યોગ્ય પાલન થાય એ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
No comments