Translate

વલસાડ : મહારાષ્ટ્રના પાલઘરમાં આવેલા ભૂકંપના આંચકાનો વલસાડ જિલ્લાના લોકોને અનુભવ થયો


 સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીને અડીને આવેલા મહારાષ્ટ્રમાં આજે બે ભૂકંપના આંચકા નોંધાયા હતા. 3.7 અને 3.3 રિકટર સ્કેલના આંચકાની અસર સંઘપ્રદેશમાં પણ અનુભવાઈ હતી.

વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રને અડીને આવેલા પાલઘર ખાતે બુધવારે બપોરે 3:43 કલાકે 3.7ની તીવ્રતા સાથે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ત્યારબાદ 3:57 કલાકે બીજો આંચકો 3.3 ની તિવ્રતા સાથે નોંધાયો હતો. જેની અસર વલસાડ અને જિલ્લાને અડીને આવેલા બંને સંઘ પ્રદેશોમાં લોકોએ અનુભવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ગાંધીનગર સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે બપોરે વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના પાલઘર ખાતે બપોરે ભૂકંપના 2 આંચકા અનુભવાયા હતા. જેનું એપી સેન્ટર પાલઘર હોવાનું જાણવા મળ્યું હતું. ભૂકંપની અસર વલસાડ જિલ્લા અને જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ રહેતા લોકોએ અનુભવ્યા હતા. 10 સેકન્ડ જેટલો સમય માટે ભૂકંપના આચકા અનુભવાય હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.



No comments