આજથી કાંપરી રેલ્વે ફાટક ૭ દિવસ સુધી બંધ
વલસાડ નજીક આવેલું કાંપરી રેલ્વે ફાટક નંબર ૧૦૧ નું સમારકામ હોવાથી આવતીકાલે ૨૯ થી ૫ ડિસેમ્બર સુધી ફાટક બંધ કરવામાં આવશે . જેથી વલસાડ અને ડુંગર ચીખલી તરફથી આવતા વાહનોએ પાંચ કિલોમીટરનો ચકરાવો કરી વલસાડ આવવાની ફરજ પડશે . પશ્ચિમ રેલ્વે દ્વારા કોરિડોર યોજના હેઠળ ફોર રેલવે ટ્રેકની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે . તો બીજી તરફ અનેક રેલ્વે સ્ટેશનો નજીક આવેલા રેલ્વે ફાટકોનું રીપેરીંગ કામ કરવામાં આવી રહ્યું છે , ત્યારે વલસાડ નજીક આવેલા કાપરી ગામે આવેલી રેલ્વે ફાટક નંબર ૧૦૧ નું સમારકામ તારીખ ૨૯-૧૧-૨૦૨૧ થી આગામી તારીખ ૫-૧૨-૨૦૨૧ સુધી ૭.૦૦ વાગ્યાથી રાત્રે ૮.૦૦ વાગ્યા સુધી રેલવે ફાટક બંધ રહેશે . તેથી કાંપી રેલ્વે ફાટક વલસાડથી ચીખલી ડુંગરી તરફ જનારા વાહનો તેમજ ચીખલી થી કુંડી હાઈવે થઈ વલસાડ આવનારા વાહનોએ ગુંદલાવ ચોકડી થઈ વલસાડ આવવાની ફરજ પડશે . આમ કાંપરી રેલવે ફાટક ૭ દિવસ સુધી સરકારના પગલે બંધ કરવામાં આવતા વાહન ચાલકોને પાંચ કિલોમીટર ચકરાવો કરી વલસાડ આવવાની ફરજ પડશે .
No comments