વલસાડ : પારડી તાલુકામાં આમ આદમી પાર્ટીમાં ૭૫ થી વધુ યુવાનો અને વડીલો જોડાયા.
તા. ૦૩/૧૦/૨૦૨૧ ના રોજ પારડી તાલુકાના "ગોયમા" ગામના મસ્જિદ ફળિયા ખાતે " આમ આદમી પાર્ટી " ના પારડી તાલુકાના લઘુમતી મોરચા નાપ્રમુખ શ્રી આયાઝખાં આયોજિત અને " આમ આદમી પાર્ટી" ના તાલુકા પ્રમુખ શ્રી સંજયભાઈ પરમાર ની આગેવાનીમાં કાર્યકર્તા જોડવાના અભિયાન હેઠળ ૭૫ થી વધુ યુવાનો અને વડીલો જોડાયા હતા. તેમાં સ્થાનિક શ્રી અબ્દુલભાઈ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી. જેથી કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. પારડી તાલુકા પ્રમુખ શ્રી સંજયભાઈ દ્વારા " આમ આદમી પાર્ટી" ની ઈમાનદાર અને ભ્રષ્ટ્રાચાર મુક્ત રાજનીતિ ની વાતો નો ગ્રામજનોએ પ્રતિઘોષ રૂપે પૂર્ણ વિશ્વાસ અને બધા જ પ્રકારનાં સહયોગ ની ઘોષણા કરી હતી . મહામંત્રી શ્રી રાકેશભાઈ હાજર રહ્યા હતા.
No comments