Translate

Whatsapp પર મેળવી શકાશે કોવિડ વેક્સીનેશન સર્ટિફિકેટ

 


કોવિડ વેક્સીનેશન સર્ટિફિકેટ મેળવવું હવે એકદમ સરળ થઈ ગયું છે. સરકારે આના માટે ટેકનોલોજીની મદદ લીધી છે. જે લોકોએ કોરોનાની રસી લઈ લીધી છે, તેઓ હવે સેકન્ડોમાં જ પોતાનું સર્ટિફિકેટ મેળવી શકશે. કોવિડ વેક્સીનેશન સર્ટિફિકેટ હવે વોટ્સએપ દ્વારા મળી શકશે. 

 કોવિડ વેક્સીનેશન સર્ટિફિકેટ મેળવવું હવે ખૂબ જ સરળ બન્યું છે. જેના માટે લોકોએ માત્ર ત્રણ જ સ્ટેપ ફોલો કરવાના રહેશે. MyGov corona Helpdesk દ્વારા સર્ટિફિકેટ મેળવી શકાશે. સર્ટિફિકેટ મેળવવા માટે વેક્સીન લીધેલા લોકોએ પોતાના મોબાઈલના કોન્ટેક્ટ લિસ્ટમાં +919013151515 નંબર સેવ કરવાનો રહેશે. પછી આ નંબર પર ‘covid certificate’ ટાઈપ કરીને મેસેજ મોકલવાનો રહેશે. ત્યાર બાદ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. ઓટીપી નાખ્યા બાદ કોઈ પણ વ્યક્તિ વેક્સીન સર્ટિફિકેટ મેળવી શકશે.


No comments