આઝાદી અમૃત મહોત્સવ ઊજવણી પ્રસંગે વલસાડ જિલ્લા નાં ઉંમરગામ તાલુકાના અહુ ગામે પ્રાથમિક શાળામાં CSC E-Governance Services India Ltd. દ્વારા "ટેલી-લૉ" જાગૃતિ કેમ્પ યોજાયો
આ સંદર્ભે કોમન સર્વિસ સેન્ટર(CSC) દ્વારા ચલાવવામાં આવતા ટેલી-લૉ પ્રોજેકટ અંતર્ગત લાભાર્થી ને ટેલિફોન ના માધ્યમ થી કેવી રીતે વિડિયો કોન્ફરન્સ અથવા વોઇસ કોલ ની મદદ થી મફત/નજીવી કિંમતે કાનૂની માર્ગદર્શન બાબતે અવેરનેસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માં નાગરિકોને પોતાના બંધારણીય હક્કો ફરજો તેમજ કાયદા માં પ્રસ્થાપિત પ્રી-લીટીગેશન માહિતી ની જાણકારી કાયદા ના નિષ્ણાંતો મારફતે આપવામાં આવી હતી. જેમાં ટેલી-લૉ સુવિધા ના ઊપયોગ થકી દરેક વ્યક્તિ નજીકના સીએસસી સેન્ટર પહોંચી રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને પોતાની સમસ્યા નું સમાધાન આ ટેલી-લૉ ના માધ્યમથી મેળવી શકે છે તે બાબતે વધુ માહિતી અને CSC ની અલગ અલગ સેવા ઓ ની પણ માહિતી CSC વલસાડ જીલ્લા મેનેજર મનીષ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી.


No comments